ખાસ-ખબર સંવાદદાતા
ઊના શહેરમાં દિનપ્રતિદીક ટ્રાફીકની સમસ્યા વધતી જતી હોય અને શહેરમાંથી પસાર થતાં ટ્રક ચાલકો બેફામ બન્યા હોય ત્યારે દિવસભર મુખ્ય રસ્તા પરથી ટ્રક ચાલકો પુરપાટ ઝડપે તેમજ ટ્રકમાં ઓવરલોડ મોટા પથ્થો ભરીને પસાર થતાં હોય ત્યારે ટ્રક માંથી પથ્થો રસ્તા પર પડતા હોવાની ઘટના થોડા દિવસ પહેલાજ બની હતી. અને લોકોના જીવ જોખમમાં મુકાય જતાં હોય છે. ત્યારે સમી સાંજના સમયે ઉના શહેરમાં ટાવર ચોક પાસે એક ટેન્કર ચાલકે વૃધ્ધને હડફેટે લેતા ટાયરના વીલ નીચે કચડાય જતાં તેમનું ઘટના સ્થળેજ કમકમાટી ભર્યુ મોત નીપજ્યું હતું ઊનાના લામધાર ગામે રહેતા ચનાભાઇ બારીયા ઉ.વ.60 આ વૃધ્ધ શાકભાજી લઇને પોતાના ગામે જવા માટે ટાવર ચોક પાસેથી પસાર થતાં હતા. ત્યારે ટાવર ચોક પોલીસ ચોકી સામે અચાનક ટેન્કર નં.જીજે.11 વીવી 9600 ના ચાલકે ચાલીને જતાં વૃધ્ધને હડફેટે લેતા ટેન્કરના આંગલા ટાયરના વીલ નીચે આવી ગયેલ જેમાં મોઢુ તેમજ પગ ટાયર નીચે કચડાઇ જતાં તેમનું ઘટના સ્થળેજ વૃધ્ધનું કમકમાટી ભર્યુ મોત નિપજ્યુ હતું.આ અકસ્માતની ઘટના અંગે પોલીસે ટેન્કર ચાલક વિરૂઘ્ધ કાયદેસરની કાર્યવાહી કરતી ઉના પોલીસ તપાસ હાથ ધરી છે.