એક નવા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ફેસબુક અને ટિકટોકને પાછળ કરી ઈંસ્ટાગ્રામ હવે સૌથી આગળ નિકળી ગયું છે. ઈન્સ્ટાગ્રામના ડાઉનલોડમાં 20 ટકાનો વધારો થયો છે.
હવે ઈન્સ્ટાગ્રામ ફેસબુક અને ટિકટોકને પછાળીને પહેલા નંબર પર આવી ગયું છે. હકીકતે અમુક દેશોમાં ટિકટોકના બેન થવાના કારણે ઈન્સ્ટાગ્રામને ફાયદો થયો છે. તેના ઉપરાંત પણ ટિકટોક પાછળ રહી ગયું તેના અન્ય કારણો છે.
- Advertisement -
એક રિપોર્ટ અનુસાર દુનિયામાં ઈન્સ્ટાગ્રામના ડાઉનલોડમાં 20 ટકાનો વધારો થયો છે. વર્ષ 2023માં ઈન્સ્ટાગ્રામ એપને 76.7 કરોડ વખત ડાઉનલોડ કરવામાં આવી જે એક વર્ષ પહેલા એટલે કે 2022ની તુલનામાં 20 ટકા વધારે છે. ત્યાં જ ટિકટોકની વાત કરવામાં આવે તો તેને 73.3 કરોડ વખત ડાઉનલોડ કરવામાં આવી. ચીનની આ એપ પર ભારતમાં પ્રતિબંધ લાગેલો છે અને અમેરિકામાં બેનની તૈયારી ચાલી રહી છે.
ઈન્સ્ટાગ્રામ કેવી રીતે બન્યું આટલું પોપ્યુલર?
ઈન્સ્ટાગ્રામની લોકપ્રિયતા 2020 બાદ સૌથી વધારે છે. કારણ કે આજ વર્ષે રીલ્સ લોન્ચ કરવામાં આવી હતી. લોકોના વીડિયોઝના ક્રેઝ બાદ જ ઈન્સ્ટાગ્રામ રીલ્સને લોન્ચ કરવામાં આવી હતી. ઈન્સ્ટાગ્રામ રીલ્સએ ફિચર છે જેમાં યુઝર્સ શોર્ટ ક્લિપ બનાવીને આ પ્લેટફોર્મ પર વીડિયોઝ શેર કરી શકે છે.
ઈન્સ્ટાગ્રામની રીલ ફિચર સૌથી વધારે યુવા પેઢીની વચ્ચે પોપ્યુલર છે. યુવા અલગ અલગ ટોપિક્સ પર વીડિયોઝ બનાવે છે અને ઈન્સ્ટાગ્રામ પર શેર કરે છે. ઈન્સ્ટાગ્રામ એપની પોપ્યુલારિટી વધવાનું આ મોટુ કારણ છે.
- Advertisement -
ટાઈમ સ્પેંટના મામલામાં ટિકટોક આગળ
ઈંન્સ્ટાગ્રામ ડાઉનલોડના મામલામાં દુનિયાની નંબર 1 એપ ભલે બની ગઈ હોય પરંતુ ટાઈમ સ્પેંટના મામલામાં હજુ પણ ટિકટોક આગળ છે. ગયા વર્ષના આંકડા જણાવે છે કે યુઝર્સ ટિકટોક પર સરેરાશ 95 મિનિટ પસાર કરે છે. તો ત્યાં જ ઈન્સ્ટાગ્રામ પર આ સમય 62 મિનિટનો હોય છે. તેના ઉપરાંત એક્સ પર 30 મિનિટ અને સ્નેપચેટ પર યુઝર્સે 19 મિનિટ પસાર કર્યા.
વધુ વાંચો: સ્માર્ટફોન યુઝર્સ માટે ગુડ ન્યુઝ: હવે DTH અને કેબલ ટીવીની ઝંઝટ થશે ખતમ, મોદી સરકાર લાવશે જોરદાર ટેક્નોલોજી
ભારત સરકારે વર્ષ 2020માં ટિકટોકને બેન કરી દીધું હતું. ત્યારે ભારત સરકારે ચીની સ્વામિત્વ વાળી 59 એપ પર કાર્યવાહી કરી હતી. જેના બાદ વાઈટડાંસને ભારત પાસેથી મોટો ઝટકો મળ્યો હતો. લગભગ ડોઢ અબજની આબાદીની સાથે ઈન્ટરનેટ અને ટેક કંપનીઓ માટે ભારત સૌથી મોટુ બજાર છે.