હાઇલી ટેક્નિકલ અને ક્વોલિફાઇડ વ્હાઇટ કોલર્ડ જોબમાં દક્ષિણના વિદ્યાર્થીઓ મેદાન મારી જાય છે
સામાન્ય પ્રવાહમાં ભણતા વિદ્યાર્થીઓને મહદઅંશે બ્લ્યૂ કોલર્ડ જોવા મળે છે
- Advertisement -
11 રાજ્યમાં મળીને સ્કૂલ ડ્રોપઆઉટ 85%
કેન્દ્રના શિક્ષણ વિભાગે દેશના મોટા રાજ્યોના ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાઓના છેલ્લા 10 વર્ષના પરિણામોને આધારે એક મૂલ્યાંકન રિપોર્ટ તૈયાર કર્યો છે, જેની ટૂંકી નોંધ રાજ્યની બ્યૂરોક્રસીમાં ફરી રહી છે, જે કહે છે કે, ગુજરાતમાં માત્ર 18 ટકા વિદ્યાર્થીઓ જ વિજ્ઞાન પ્રવાહમાં જાય છે, જ્યારે 82 ટકાથી વધુ વિદ્યાર્થીઓ સામાન્ય પ્રવાહમાં આર્ટ્સ કે કોમર્સમાં ભણવાનું પસંદ કરે છે.
રાજ્યમાં 82 ટકાથી વધુ વિદ્યાર્થીઓ સામાન્ય પ્રવાહમાં જતાં હોઈ તેમની વધુ સંખ્યાને લીધે તેમના માટે રોજગારીના સ્ત્રોત બહુ સીમિત થઈ જાય છે, પરિણામે હંમેશાં બેરોજગારીની કાગારોળ મચતી રહે છે. તદુપરાંત સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓને ભણ્યા બાદ મહદ્ંશે ઓછા પગારની અને બ્લ્યૂ કોલર જોબ મળતી હોય છે. જ્યારે બીજી તરફ સાયન્સ પ્રવાહમાં રાજ્યના માત્ર 18 ટકા વિદ્યાર્થીઓ જ જતાં હોઈ તેની સરખામણીએ દક્ષિણના રાજ્યોના ઘણા વધુ વિદ્યાર્થીઓ સાયન્સમાં ભણતાં હોઈ વધુ ટેક્નિકલ વધુ લાયકાત માગી લેતી જગ્યાઓ ઉપર રાજ્ય બહારના ઉમેદવારો મેદાન મારી જતાં હોય છે, એવું અવલોકન રાજ્યના એક ટોચના બ્યૂરોક્રેટે શિક્ષણ વિભાગના આ રિપોર્ટને આધારે કર્યું છે.
- Advertisement -
રાજ્યમાં ખાસ કરીને મોટા ઉદ્યોગોમાં 85 ટકા રોજગારી સ્થાનિક લોકોને આપવાનો નિયમ છે, પણ ઉદ્યોગગૃહોની હંમેશા ફરિયાદ રહી છે કે બ્લ્યૂ કોલર્ડ જોબ માટે સ્થાનિક લોકો મળી રહેતા હોય છે, પણ હાઇલી ટેક્નિકલ અને ક્વોલિફાઇડ વ્હાઇટ કોલર્ડ જોબ માટે તો યોગ્ય સ્થાનિક માણસો મળતાં જ નથી, પરિણામે નાછૂટકે ઉદ્યોગગૃહો રાજ્ય બહારના ક્વોલિફાઇડ ઉમેદવારો જોબ માટે પસંદ કરે છે, એમ પણ આ ઈંઅજ અધિકારીએ ઉમેર્યું હતું.
ગુજરાતમાં ક્વોલિફાઇડ શિક્ષકોના અભાવે નાપાસનું પ્રમાણ વધારે !
આ રિપોર્ટ મુજબ જે રાજ્યોમાં ધો.10 અને ધો.12માં નાપાસનું પ્રમાણ વધારે છે તેની પાછળનું કારણ ત્યાં ટ્રેઇન્ડ અને ક્વોલિફાઇડ શિક્ષકોનો અભાવ જવાબદાર છે. આ સંદર્ભમાં ગુજરાતમાં જોઈએ તો 2023માં ધો.10માં 35.38 ટકા અને ધો.12માં 26.73 ટકા વિદ્યાર્થીઓ નાપાસ થયા છે.
શિક્ષણ વિભાગના આ મૂલ્યાંકન રિપોર્ટ મુજબ દેશમાં 11 રાજ્યોમાં કુલ મળીને 85 ટકા જેટલો સ્કૂલ ડ્રોપઆઉટ રેટ છે, આ રાજ્યોમાં ગુજરાત સહિત ઉત્તરપ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ, તામિલનાડુ, રાજસ્થાન, કર્ણાટક, આસામ, પિૃમ બંગાળ, હરિયાણા અને છત્તીસગઢ સામેલ છે. બીજી તરફ માર્ચ-2023માં લોકસભામાં કેન્દ્રીય શિક્ષણ વિભાગ તરફથી અપાયેલી વિગતો પ્રમાણે ગુજરાતમાં 2020-21માં ધોરણ 12 પછી અભ્યાસ છોડી દેવાનું પ્રમાણ છોકરાઓમાં 25.1 ટકા અને છોકરીઓમાં 20.9 ટકા રહ્યું હતું.