રૂ. 20 કરોડની આવક: રેકોર્ડબ્રેક 115 દરખાસ્તો ચૂંટણીલક્ષી મંજૂર
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મનપાની આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં 115 દરખાસ્તોને સર્વાનુમત્તે મંજૂર કરેલ છે. આ સ્ટેન્ડિંગ કમિટીની બેઠક આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખીને લોકહિતાર્થે યોજાઈ હતી. આ બેઠકમાં છ દરખાસ્તોનો ઉમેરો કરીને 115 જેવી રેકોર્ડબ્રેક દરખાસ્તો હતી. જેમાં ડી. આઈ. પાઈપલાઈન, ફૂડ કોર્ટની જગ્યા લીઝ પર આપવા, સ્પોર્ટસ કાર્નિવલનું બિલ, આરોગ્ય કેન્દ્રને રિનોવેશન, આરોગ્યલક્ષી સેવાઓ, મનપાના કર્મચારીને બીમારી સબબ સહાય, નવી વોર્ડ ઓફિસ બનાવવી, વોટર વર્કસ શાખામાં મિકેનીકલ રીપેરીંગ, કોન્ટ્રાક્ટ, વોર્ડ નં. 3માં રેલનગરથી પોપટપરા પમ્પીંગ સ્ટેશન સુધી ફૂટપાથ બનાવવા, શહેરના ત્રણેય ઝોનમાં રસ્તા પર પેવર દ્વારા કાર્પેટ અને રિકાર્પેટ કામ સબબ રૂા. 30 કરોડની દરખાસ્ત મંજૂર કરેલ છે. ગાર્ડનની જાળવણી નિભાવવા અને લક્ષ્મીનગર નાલાથી ભક્તિનગર સ્ટેશન બાજુમાં જે હયાત રોડ 9 મીટરનો છે તેને 24 મીટર સુધી પહોળો કરવાની પણ દરખાસ્તને મંજૂર કરેલ છે.
- Advertisement -
રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આજે રૂા. 80 કરોડના વિકાસ કામોને સર્વાનુમત્તે મંજૂર કરેલ છે. જ્યારે રૂા. 20 કરોડની આસપાસ આવક થઈ છે જેમાં દુકાનનું વેચાણ, હોર્ડીંગ બોર્ડ, ક્રિકેટ પીચ ભાડું, ફૂડકોર્ટ સબબ આવક થઈ છે.