કાળા વાવટા ફરકાવી ગ્રામજનો દ્વારા વિરોધ નોંધાવ્યો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.11
સુરેન્દ્રનગર જિલ્લાના વિકાસના પંથે લઇ જવા માટે રોજગારી એકમો શરૂ થઈ રહ્યા છે પરંતુ કેટલા એકમોના લીધે પર્યાવરણ અને માનવ જીવન પર માઠી અસર જોવા મળે છે. ત્યારે છેલ્લા કેટલાક દિવસથી બાયો મેડિકલ વેસ્ટ કંપની નિર્માણ સામે ગ્રામજનો વિરોધ નોંધાવતા હોવાનું જગજાહેર છે. જેમાં ધ્રાંગધ્રા તાલુકાના સોલડી ગામે નિર્માણ થઈ રહેલી બાયો મેડિકલ વેસ્ટના રીસાયકલિંગ કરવાની કંપની સામે ગ્રામજનો વિરોધ કરી રહ્યા હતા સરકારી આંકડા મુજબ આ કંપનીના નિર્માણ બાદ આજુબાજુ આશરે 26 કિલોમીટર સુધીનો વિસ્તાર પ્રભાવિત થશે જેમાં જુદા જુદા 20થી વધુ ગ્રામ્ય વિસ્તારો પણ છે ત્યારે ગ્રામજનો દ્વારા આ કંપનીને અહી નિર્માણ નહિ કરવા અંગે વિરોધ નોંધાવી રહ્યા છે. ત્યારે બાયો મેડિકલ વેસ્ટ કંપની માટે ગુરુવારે સોલડી ગામે પબ્લિક હિયરિંગ રાખવામાં આવ્યું હતું જેમાં સોલડી ગામ સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો, મહિલાઓ અને નાના બાળકો સહિત તમામ પરિવારો વિરોધ માટે પગીચ્યા હતા.
- Advertisement -
ગ્રામજનો દ્વારા પબ્લિક હિયારિંગમાં ભારે હોબાળો કરી જણાવ્યું હતું કે આ કંપનીમાં બાયો મેડિકલ વેસ્ટના સામગ્રી સળગાવી તેનું રિસાયક્લિંગ કરવામાં આવશે જેથી તેમાંથી ઉત્પન્ન થતું પ્રદૂષણ તેઓના સોલડી ગામના દરેક પરિવારો અને ખાસ કરીને ખેતી પર નભતા ખેડૂતોને માંથી અસર કરશે આ સાથે ગામના તળમાં રહેલા પાણીમાં પણ આ પ્રદૂષણના લીધે ચામડીના રોગો સહિતની સમસ્યા ઉભી થશે જેથી આજે જે ગ્રામ્ય વિસ્તારની આબોહવા અને વાતાવરણ શુદ્ધ છે તે કંપની નિર્માણ બાદ પ્રદૂષિત થશે જેના લીધે આ કંપનીને શરૂ કરવા માટે લેખિતમાં વાંધો રજૂ કરાયો છે. આ તરફ કંપની સામે વિરોધમાં ગ્રામજનો સાથે કોંગ્રસના જિલ્લા પ્રમુખ નૌસદભાઈ સોલંકી અને તેઓની ટીમ પણ હતી જેઓ દ્વારા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડને આડે હાથે લીધી હતી અને જણાવ્યું હતું કે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ માત્ર નામનું જ છે ક્યારેય કોઈ પ્રદૂષણ કરતા એકમ સામે કડક કાર્યવાહી કરતી નથી અને બહુ થાય તો માત્ર નોટિસ તયફા કરી વહીવટીય ખેલથી મામલો દબાવે છે. ત્યારે બાયો મેડિકલ વેસ્ટ કંપનીના પબ્લિક હિયારિંગમાં મોટી સંખ્યામાં ગ્રામજનો સહિત મહિલા દ્વારા કાળા વાવટા ફરકાવી ભારે વિરોધ નોંધાવતા હવે પ્રશાસન કેવા
પ્રકારનો નિર્ણય કરે છે તેના પર સૌની નજર મંડાયેલી છે.
સોલડી ગામે વિવાદિત કંપની નિર્માણમાં સુરેન્દ્રનગર જિલ્લાની એક વિધાનસભાના ધારાસભ્ય અને ધ્રાંગધ્રા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ની ભાગીદારી હોવાનું સામે આવ્યું હતું જે બાબતે કોંગ્રેસ જિલ્લા પ્રમુખ નૌસાદ સોલંકી દ્વારા જાહેરમાં ખુલાસો પણ કરાયો હતો.
બાયો મેડિકલ વેસ્ટ કંપનીના પબ્લિક હિયારિંગમા રાજકીય નેતાઓના પગ પેસારાથી આગામી સમયમાં બેઠકોના દોર થશે અને કમાપની નિર્માણ પણ થઈ જશે પરંતુ ગ્રામજનો ઊંઘતા રહી જશે તેવો ઘાટ ઘડાઈ તો નવાઈ નહિ.
- Advertisement -
સોલડી ખાતે વિરોધ થયેલ બાયો મેડિકલ વેસ્ટ કંપની અગાઉ લીમડી ખાતે નિર્માણ થવાની હોય જેમાં ત્યાં પણ ગ્રામજનોનો ઉગ્ર વિરોધ હોવાથી વોટ બેંક જાળવી રાખવા માટે કંપની નિર્માણ કરવાનું મુલતવી રાખી કંપનીને ધ્રાંગધ્રા તાલુકા વિસ્તારમાં બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.