ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત પ્રભાદેવી જે. નારાયણ પુસ્તકાલય, દત્તોપંત ઠેંગડી પુસ્તકાલય, બાબુભાઈ વૈધ લાયબ્રેરી, ડો. બાબા સાહેબ આંબેડકર ભવન લાઈબ્રેરી, બહેનો અને બાળકો માટેની મોબાઈલ લાઈબ્રેરી યુનિટ 1 તથા 2, મહિલા એકટીવિટી સેન્ટર, મહિલા વાંચનાલય, ચાણક્ય પુસ્તકાલય, પેડક રોડ, બધે મળીને એક માસ દરમ્યાન કુલ 44,220 મુલાકાતીઓએ લાભ લીધો હતો. આ એક માસ દરમ્યાન 423 નવા સભ્યો લાઈબ્રેરી સાથે જોડાયા હતા. સભ્યોની માંગણી અને નવપ્રકાશિત વિવિધ વિષયોનાં પુસ્તકો, બાળસાહિત્ય, ગુજરાતી સાહિત્ય, નવલકથા, નવલિકાની સાથે સાથે વિધાર્થીઓ માટે વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાલક્ષી પુસ્તકો મળી કુલ 875 પુસ્તકો, તથા બાળકો માટે વિવિધ પ્રકારના 125 જેવા રમકડા, પઝલ્સ, ગેઈમ્સ વગેરે ઈશ્યુમાં મુકવામાં આવેલા છે. બાબુભાઇ વૈદ્ય લાઇબ્રેરી, રૈયા રોડ તથા દત્તોપંત ઠેંગડી પુસ્તકાલય, શ્રોફ રોડ પર વિધાર્થીઓ માટે પ્રાયોગીક ધોરણે વિદ્યાર્થી વાંચનાલયનો સમય રાત્રે 11 વાગ્યા સુધીનો કરવામાં આવેલ છે. જેનો છેલ્લા એક મહિનામાં બંને જગ્યાએ કુલ 4,085 વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનોએ લાભ લીધેલ છે. જાન્યુઆરી માંસ દરમ્યાન 2,927 પુસ્તકો અને મેગેઝીનની વાંચકો માટે ખરીદી કરવામાં આવી છે. આ સુવિધાઓનો શહેરીજનો વધુમાં વધુ ઉપયોગ કરે તેવા પ્રયત્ન રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત લાઈબ્રેરીઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે જેનો શહેરના નાગરિકો લાભ મેળવે તેવી અપીલ કરવામાં આવે છે.
મનપા સંચાલિત પુસ્તકાલયોમાં જાન્યુઆરી-2024ના માસમાં 44220 નાગરિકોએ લીધો લાભ
