મંદિરના ગાદીપતિ વિવાદ મામલે આજે વધુ ઘટસ્ફોટ થશે
હરીગિરી બાપુની એસપી સમક્ષ અખાડા લેટર મુદ્દે FSL તપાસની માંગ
- Advertisement -
અંબાજી મંદિરના ગાદી વિવાદ મુદ્દે પોલીસમાં વધુ એક રાવ નોંધાઇ: કાર્યવાહીની માંગ કરી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.28
જૂનાગઢ ગિરનાર અંબાજી શક્તિપીઠ મંદિરના મહંત તનસુખ ગિરી બાપુ બ્રહ્મલીન થયા બાદ ગાદીપતિનો વિવાદ ચરમસીમા પર પોહ્ચ્યો છે.અને રોજ બરોજ કંઈક ને કંઈક આરોપો અને આક્ષેપો સાથે પોલીસમાં લેખિત અરજી આપીને ગુનો નોંધીને તપાસ કરવાની માંગ કરાઈ રહી છે.અંબાજી મંદિરના ગાદીપતિ માટે પ્રેમગીરીની ચાદર વિધિ બાદ વિવાદ વધુ વકર્યો છે.જેમાં મહેશગિરી બાપુએ અખાડાનો કથિત લેટર જાહેર કર્યો જેમાં ભાજપ અને તત્કાલીન કલેકટરો તેમજ સંતોને આપેલ 8 કરોડ રૂપિયાની વાતના આરોપ બાદ ધમાસાણ શરૂ થયું છે.અને બંને પક્ષે સામસામી ફરિયાદો અને આરોપો લગાવામાં આવી રહ્યા છે. અખાડા પરિષદનો કથિત પત્ર મહેશગીરી બાપુએ જાહેર કર્યા બાદ તે પત્રને લઈને ભવનાથ મંદિર મહંત મેદાનમાં આવ્યા છે જેમાં ત પત્ર ખોટો હોવાનું જણાવી કલેકટર સમક્ષ મુલાકાત કરીને અખાડાના લેટરનો દૂર ઉપયોગ થયો હોવાની રજૂઆત કરી હતી ત્યાર બાદ તેઓ ગઈકાલ જિલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મેહતા સાથે મુલાકત કરી હતી અને કથિત પત્ર મામલે રાવ કરી હતી જેમાં કથિત પત્ર મામલે સહી તેની હોવાનું આડકતરી રીતે સ્વીકાર કર્યો હતો પણ જે પત્રમાં લખાણ અંગે આશંકા વ્યક્ત કરી હતી અને એસપી સમક્ષ એફએસએલ તપાસની માંગ કરી હતી આમ પત્ર ખરો કે, ખોટો તે દિશામાં પણ પોલીસે તપાસ શરુ કરી છે. જે રીતે તનસુખગિરી બાપુ બ્રહ્મલીન થયા બાદ સ્થાનિક સંતોથી લઈને વહીવટી તંત્ર અને ભાજપના નેતાઓની ઊંઘ હરામ થઇ છે અને ગાદીપતિ માટે ગાંધીનગર સુધી રજુઆત જોવા મળી રહી છે.જયારે મહેશગીરી બાપુ અંબાજી મંદિરમાં થયેલ ખોટા ઓર્ડર બાબતે અગાઉં બે વાર પત્રકાર પરિષદ બોલાવી ખુલાસા કરી ચુક્યા છે.અને હરીગીરી બાપુએ સામે આરોપો લગાવ્યા છે ત્યારે હવે ફરી આજે સાંજે મહેશગીરી બાપુ વધુ એક મીડિયા સમક્ષ પોતાનો પક્ષ રજુ કરશે એજ રીતે ભાજપને પાર્ટી ફંડમાં આપેલ 5 કરોડની વાત મુદ્દે ભાજપ પણ ખુલાસા કરે તેવું સામે આવી રહ્યું છે.ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા પણ ગિરનાર ક્ષેત્રમાં ચાલી રહેલ મંદિરના ગાદીપતિ વિવાદ મામલે પોતાનું નિવેદન અપાશે ત્યારે હવે મંદિર વિવાદ મામલે સાંજ સુધીમાં કંઈક નવા જુનીના એંધાણ વર્તાય રહ્યા છે.
નાનાપીરબાવા મહંત હિમાંશુગિરીજી ગુરૂગણપતગિરીજીની પોલીસમાં રાવ
જૂનાગઢ જગમાલ ચોક પાસે આવેલ નિલકંઠ મહાદેવ મંદિરના નાનાપીરબાવા મહંત હિમાંશુગીરીજી ગુરૂગણપતગીરીજી દ્વારા જૂનાગઢ પોલીસ અધિક્ષકને લેખિતમાં અરજી કરીને એ-ડીવીઝન પોલીસને રાવ કરી હતી જેમાં હરીગીરીગુરૂ દતાત્રેયગીરી તેમજ પ્રેમગીરી બાપુ સામે રાવ કરતા ફરિયાદમાં જણાવ્યુ હતુ કે, હરિગીરી અને પ્રેમગીરી સહિતના લોકોએ એકસંપ કરી પરસપર મિલાપી પણુ કરીને તેઓએ તમામનો કોમન ઇરાદો પાર પાડવાના હેતુસર તમામે એક સાથે મળી યોજનાબધ રીતે કાવતરૂ કરીને બ્રહ્મલીન મહંત તનસુખગીરીબાપુ ગુરૂદત્ત ગીરીબાપુની તમામ સંસ્થાઓ મિલ્કતો દેવ સ્થાનો ઉપર અનઅધિકૃત રીતે કબ્જો કરી તેને ઝડપી લેવા માટે કાયદો હાથમાં લઇ પોતાનો હોદાની રૂએ ખોદા તસ્વેજો ઉભા કરી કરાવી લેવાની તૈયારી સાથે અપ પ્રવેશ ધમકી આપવા અપ શબ્દો કહેવા સહિતનું કૃત્ય કરેલ હોય તો તેની સામે ધોરણસર ફરીયાદ કરવાની રજૂઆત હિમાંશુગીરી બાપુએ કરી છે.



