સૂર- સંસ્કાર- શિસ્તનો ત્રિવેણી સંગમ: કલબ યુવી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
શ્રી ઉમિયાધામ સિદસર પ્રેરીત ‘કલબ યુવી નવરાત્રી મહોત્સવ -2024’ નો બીજા નોરતે શહેરમાં ન્યુ 150 ફુટ રીંગ રોડ પર શિલ્પન સાગાની બાજુમાં, કોકોનેટ પાર્ટી પ્લોટની સામે વિશાળ મેદાનમાં કલબ યુવી રાસોત્સવમાં ખલૈયાઓ મન મુકી ઝુમ્યા હતા. સુરતાલ સાથે સંપૂર્ણ પારંપારીક અને સંસ્કારી માહોલમાં ખૈલૈયાઓએ રાસોત્સવનો આનંદ માણ્યો હતો.
- Advertisement -
કબલ યુવી નવરાત્રી મહોત્સવમાં બીજા નોરતે અતિથિ વિશેષ તરીકે રાજકોટના મેયર નયનાબેન પેઢડીયા, ‘કલબ યુવી’ નવરાત્રી મહોત્સવના એડવાઇઝરી ડાયરેકટર્સ સ્મિતભાઈ કનેરીયા, એમ.એમ.પટેલ, સીતેશભાઈ ત્રાંબડીયા, દંડક લીલુબેન જાદવ, શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ કિરણબેન માકડીયા, મહિલા અગ્રણી જયોતિબેન ટીલવા, ક્રાઈમ બ્રાન્ચના એ.સી.પી. બી.બી.બસીયા, પી.આઈ. ગોંડલીયા, પી.આઈ. ડામોર ઉપસ્થિત રહયા હતા. પામ ગ્રુપના જે.ડી.કાલરીયા, ગોપાલ નમકીનના પ્રફુલભાઈ હદવાણી, ડેકોરા ગ્રુપના જમનભાઈ, વિજયભાઈ ભટ્ટાસણા, હાર્મની ગ્રુપના હરસુખભાઈ ઠુંમર, ભરતભાઈ ખાચર, વિનોદભાઈ આસોદરીયા, ફોરચ્ર્યુન ગ્રુપના મિથુનભાઈ ડઢાણીયા, સાંઈ રબબર ના કેતનભાઈ પટેલ, ઇગલ ફર્નિચરના હિતેષભાઈ માકડીયા, વિજય ઇલેકટ્રલનીકસના અલ્પેશભાઈ પટેલ, ફીલ્ડર્માશલ વાડી રાજકોટ પૂર્વના પ્રમુખ મનસુખભાઈ કલોલા, ગૌતમભાઈ પટેલ, જીમીભાઈ અડવાણી, રાજકોટ સીટી કલબ ના વિજયભાઇ ગઢીયા, રાજકોટ એન્જી. એસોસીએશનના નરેન્દ્રભાઈ પાંચાણી, ગીર ગંગા ટ્રસ્ટના દિલીપભાઇ સખીયા, માનવ કલ્યાણ મંડળના મુકેશભાઈ મેરજા સહીતના આગેવાનોએ માતાજીની આરતીનો લ્હાવો લીધો હતો.
કલબ યુવીના આંગણે અર્વાચીન રાસોત્સવ માં સુર- તાલ અને સંસ્કારનો ત્રીવેણી સંગમ જોવા મળ્યો હતો. જગતજનની મા ઉમિયાની પૂજન અર્ચન આરતી બાદ પ્રારંભ કરાતા રાસોત્સવમાં ખલૈયાઓ મન મુકી ઝુમ્યા હતા. કલબ યુવી રાસોત્સવમાં ગઇકાલે બીજા નોરતે વિવિધ કેટેગરી વાઇસ વિજેતા જાહેર કરાયા હતા.
જેમાં ચિલ્ડ્રન વેલ ડ્રેસ પ્રિન્સેસ ભુત જીનલ, કાલરીયા જીયા, ચિલ્ડ્રન વેલ ડ્રેસ પ્રિન્સ આદ્રોજા કુંજ, મણવર દિવ્યમ, ચિલ્ડ્રન પ્રિન્સેસ તરીકે માકડીયા આરાધ્યા, અદોદરીયા દધ્યાના, ચિલ્ડ્રન પ્રિન્સ તરીકે કાંજીયા હર્ષ, દુદાણી સહજ, વેલ ડ્રેસ પ્રિન્સેસ તરીકે આદોદરીયા ક્રિશી, જીવાણી જીલ, જાવીયા પરી, વેલ ડ્રેસ પ્રિન્સ હિરાણી માર્વિન, શાપરીયા દેવ, જાવીયા જીજ્ઞેશ, પ્રિન્સેસ તરીકે સીતાપરા હિર, પટેલ હીર, મોડીયા ઋત્વી, પ્રિન્સ તરીકે કાલરીયા રાજ, ટીલવા કરણ, કાલરીયા એલીસ વિજેતા બન્યા હતા. વિજેતા ખેલૈયાઓને ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મોરચાના પ્રમુખ પ્રશાંતભાઈ કોરાટ, રાજકોટ ભાજપ યુવા મોરચાના પ્રમુખ કિશનભાઈ ટીલવા, જીલ્લા ભાજપના અશ્વિનભાઈ મોલીયા, યુનીટી સિમેન્ટ ગ્રુપના રીનાબેન તથા પીયુષભાઈ ચોવટીયા, સરકારી વકીલ સમીરભાઈ ખીરા, ઓસ્ટ્રેલીયાના હિરેનભાઈ વડાલીયા, કલબ યુવીના બોર્ડ ઓફ ડાયરેકટરો કાંતીભાઈ ઘેટીયા, બીપીનભાઈ બેરા, પ્રફુલભાઈ કાથરોટીયા, સુરેશભાઈ ઓગણજા, સંદીપભાઈ માકડીયા, નરેન્દ્રભાઈ ઘેટીયા, જીજ્ઞેશભાઈ આદ્રોજા, વિજયભાઈ ડઢાણીયા એ ઇનામો આપી પ્રોત્સાહીત કર્યા હતા. કલબ યુવી ના નવરાત્રી મહોત્સવમાં બીજા નોરતે ટ્રેડીશ્નલ ડ્રેસમાં સજજ થઇ ખલૈયાઓએ રાસોત્સવની જમાવટ કરી હતી. દર્શકો સુર તાલની સુરાવલીમાં મંત્રમુગ્ધ બન્યા હતા.