250 ટીનેજર્સે લીધો ભાગ: ડૉ. શ્વેતા દવે દ્વારા હોમિયોપેથીની માહિતી અપાઈ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.6
‘ખુદ પર ગર હો વિશ્ર્વાસ તો નામુમકિન કુછ ભી નહીં, મિલના તુજકો તુજસે હૈ, તેરી અસલી પહચાન, ઔરો સે મિલકર વો નહીં હોગા હાંસિલ, ઇસલિયે રખ યકીં ખુદ પર ક્યોંકિ તૂં હી હૈ ઇતના કાબિલ’ આ સુંદર પંક્તિઓ રાજકોટના હોમિયોપેથી તબીબ ડો. શ્ર્વેતા દવેને સમર્પિત છે. જેવું નામ તેવો ગુણ ધરાવતા શ્ર્વેત વિચારોના પ્રણેતા ડો. શ્ર્વેતા દવેને તાજેતરમાં રેસકોર્સ મેદાનમાં યોજાયેલા હોમિયોપેથી ફોર યુથ કાર્યક્રમ અંતર્ગત મોમેન્ટો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતાં.
- Advertisement -
પાંચ દિવસ ચાલેલા આ કાર્યક્રમનું એજ્યુકેશન એક્સ્પો દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ડો. શ્ર્વેતા દવેએ હોમિયોપેથી દ્વારા યુવાધનની એ દરેક સમસ્યાનું સમાધાન મળી શકે છે, તેની સુંદર માહિતી આપી હતી. આ રસપ્રદ કાર્યક્રમમાં વિવિધ વયજૂથના આશરે 250 ટીનેજર્સ અને યુવાઓએ ભાગ લીધો હતો. દરેક સમસ્યાનું હોમિયોપેથી દ્વારા સમાધાન મળી શકે છે, તેના વિશે ડો. શ્ર્વેતાએ વિસ્તૃત છણાવટ કરી હતી તેમજ હોમિયોપેથીના ફાયદાઓ પર પણ પ્રકાશ પાડ્યો હતો.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હોમિયોપેથી દ્વારા માઇન્ડ, બોડી, સોલ સહિત ઉપચાર મળે છે જેથી બીમારીમાંથી તો મુક્તિ મળે જ છે સાથે વ્યક્તિમાં વેલ હ્યુમનબીંગ્સના ગુણોનો વિકાસ થાય છે. સરળ ભાષામાં કહીએ તો વ્યક્તિની સદ્વિવેક બુદ્ધિ જાગૃત થાય છે. આ સાથે તેઓએ કેન્સર અને સડન હાર્ટ એટેક જેવી મેજર ડિસીસ પર પણ પ્રકાશ પાડ્યો હતો.
ડો. શ્ર્વેતા દવે એક હોમિયોપેથી ડોક્ટરની સાથે-સાથે એક સારા મોટીવેશનલ સ્પીકર પણ છે, તેમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી. તેમણે પોતાના વિચારો શેર કરીને સ્પષ્ટ કર્યું હતું. તેમના પારિવારીક અને કાર્યસિદ્ધિ વિશે વાત કરીએ તો મહારાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી ઇઇંખજ કર્યું છે. તેઓ મૂળ નાસિકના છે અને બરોડા હોમિયોપેથી મેડીકલ કોલેજમાંથી માસ્ટર કર્યું છે. તેઓ છેલ્લા 18 વર્ષથી પ્રેક્ટિસ કરે છે. તેઓએ સાઇકોલોજી કાઉન્સેલીંગ પર પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે અને ચાઇલ્ડ સાઇકોલોજી પર એડવાન્સ ડિપ્લોમા કર્યું છે. હાલમાં તેઓ કામદાર હોમિયોપેથી મેડીકલ કોલેજ અને રિસર્ચ સેન્ટર રાજકોટમાં પ્રોફેસર તરીકે સેવા આપે છે. બેસ્ટ ફિમેલ હોમિયોપેથી ડોક્ટર તરીકે તેમણે સૌરાષ્ટ્ર હેલ્થકેર એક્સલન્સ એવોર્ડ હાંસલ કર્યો છે. હોમિયોપેથી વિશે વિશેષ માહિતી મેળવવા અથવા અન્ય કાઉન્સેલીંગ માટે ડો. શ્ર્વેતા દવેનો 97129 00007 પર સંપર્ક સાધી શકાશે.