પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્યની ઉપસ્થિતિમાં ખાતમુહુર્ત થયું
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.19
- Advertisement -
ધ્રાંગધ્રા શહેરી વિસ્તાર દિન પ્રતિદિન વિકસતો જઈ રહ્યો છે જેની સામે લોકોને પ્રાથમિક સુવિધાની જરૂરિયાત પણ એટલી જ વધુ ઉદભવ થઈ રહી છે તેવામાં અગાઉ શહેરના એવા કેટલાક વિસ્તારો હતા જ્યા પાણી, ગત અને રોડ રસ્તાની સુવિધા હતી નહિ પરંતુ જે પ્રકારે સ્થાનિક નગરપાલિકા દ્વારા સ્પષ્ટ બહુમતી સાથેનું શાસન શરૂ થયું ત્યારથી દરેક સામાન્ય સભામાં કરોડોના વિકાસના કામોને બહાલી આપી તાત્કાલિક ધોરણે કામ શરૂ કરી દેવાયા હતા. ત્યારે ધ્રાંગધ્રા શહેરના આ પ્રકારના વિસ્તારોમાં સૌથી તારી જરૂરિયાત પડતાં પાણીની અછતને પૂર્ણ કાર્ય બાદ હવે અંત્રિયાં વિસ્તારોમાં ભૂગર્ભ ગટર માટેનું કામ શરૂ કરી દેવાયું છે
જેમાં રાજ્ય સરકાર દ્વારા ધ્રાંગધ્રા શહેરના જુદા જુદા વિસ્તારોમાં ભૂગર્ભ ગટરના કામ માટે કુલ 20.40 કરોડ રૂપિયા ફળવામાં આવ્યા હતા જે ભૂગર્ભ ગટર નિર્માણ માટે ખાત મુહર્ત હાથ ધરવામાં આવ્યું હતું. ધ્રાંગધ્રા નગરપાલિકાના સૌથી ઝડપી વિકસતા વિસ્તાર વિર્ડ નંબર 1ના ભવાની પરા વિસ્તાર ખાતેથી ભૂગર્ભ ગટરના કામનું ખાત મુર્હૂત કરાયું હતું. આ કાર્યક્રમમાં પૂર્વ કેબિનેટ મંત્રી કઈ.કે.જાડેજા, ધારાસભ્ય પ્રકાશ વરમોરા, કુલદીપસિંહ ઝાલા, પ્રહલાદસિંહ પઢીયાર, પ્રવીણભાઈ રબારી સહિતના નગરપાલિકાના હોદેદારો હાજર રહ્યા હતા.