ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.6
શ્રી મોટાખીજડીયા જુથ સેવા સહકારી મંડળી લી., મુ. મોટા ખીજડીયા, તા. પડધરીની આગામી પાંચ વર્ષ એટલે કે 2024-2029ની કાર્યકાળ માટે વ્યવસ્થાપક સમિતિની 16 સામાન્ય બેઠક માટે ડી. કે. સખીયાની રાહબરી હેઠળ વ્ય.કમિટીની ચૂંટણી યોજાઈ હતી. જેમાં ડી. કે. સખીયાની લોકપ્રિયતાને છાજે તે રીતે ચૂંટી ગ્રામજનોએ તેમની પેનલને બહોળી બહુમતીથી ચૂંટીને વિજય પ્રાપ્ત કર્યો છે.
- Advertisement -
આ ચૂંટણીમાં મહિલા વિભાગમાં બે જગ્યાની ચૂંટણી હોય બંને મહિલાઓ બિનહરીફ જાહેર થયા છે. આ ઉપરાંત વિજયી થયેલા ઉમેદવારોમાં ગોવિંદભાઈ ચકુભાઈ ચોવટીયા, ચંદુલાલ મેઘજીભાઈ ઉર્ફે સંજય મેઘજીભાઈ ચોવટીયા, જયંતિભાઈ ગોવિંદભાઈ ચોવટીયા, જયંતીભાઈ ખોડાભાઈ ચોવટીયા, જીજ્ઞેશભાઈ તેજાભાઈ ચોવટીયા, દલપતભાઈ ગોરધનભાઈ રામોલીયા, દેવરાજભાઈ ખોડાભાઈ સખીયા, નાગજીભાઈ પ્રાગજીભાઈ ચોવટીયા, ભાસ્કરભાઈ પાંચાભાઈ કોઠીયા, ભીખાલાલ તળશીભાઈ લીંબાસીયા, ભીખાભાઈ જેરામભાઈ ગોંડલીયા, મહેશભાઈ ખીમજીભાઈ ચોવટીયા, લીંબાભાઈ મનજીભાઈ ચોવટીયા, વલ્લભભાઈ તળશીભાઈ ગઢીયા, વિજયભાઈ આંબાભાઈ ચોવટીયા અને હસમુખભાઈ ભગવાનજીભાઈ ચોવટીયા વિજેતા થયા છે.



