રોજ ત્રણ વાગે જાગીને સૌથી પહેલા ઓમકારનો જાપ કરું છું. એ પછી ઋગ્વેદની પ્રથમ ઋચાનું ઉચ્ચારણ કરું છું. એ પછી ૐ નમ: શિવાયનો મંત્ર-જાપ શરૂ કરું છું.
ઋગવેદ એ પૃથ્વી ઉપરનો સૌથી પહેલો ગ્રંથ છે. પશ્ચિમના સંશોધન કર્તાઓ તેનો ઉદ્ભવકાળ ઈસુ પૂર્વે પંદરસો વર્ષની આસપાસ મૂકે છે. નિલેશ ઓક ઋગ્વેદને એક લાખ વીસ હજાર વર્ષ પહેલાના સમયમાં સ્વીકારે છે. થોમસ આલ્વા ઍડિસને 1877 માં સૌ પ્રથમ વાર મનુષ્યના અવાજનું રેકોર્ડિંગ કર્યું હતું. ઍડિસનની પહેલા 1857 માં ઍડવર્ડ સ્કોટ નામના ફ્રેન્ચ સંશોધકે રેકોર્ડિંગની ક્રિયા સિદ્ધ કરી હતી પરંતુ તે સાંભળી શકાતી ન હતી, તેને માત્ર રેકોર્ડ કરી શકાતી હતી. થોમસ ઍડિસને સૌ પ્રથમ ’મેરી હેડ એ લેમ્બ’ આ બાળગીત રેકોર્ડ કર્યું હતું અને સાંભળ્યું પણ હતું. 19 મી અને 20 મી સદીના જીનીયસ ગણાતા પ્રો.મેક્સ મૂલરે ઋગ્વેદનું અંગ્રેજીમાં ભાષાંતર કર્યું હતું. ઋગ્વેદની પ્રથમ’નું પોતાના અવાજમાં પઠન કરીને પ્રો.મેક્સ મૂલરે એને ધ્વનિ મુદ્રિત કરી હતી. એમના અવાજમાં ઋગ્વેદની આ પ્રથમ ઋચા આજે પણ સચવાયેલી છે. પશ્ચિમના માંધાતાઓએ પણ સ્વીકાર્યું હતું કે ઋગ્વેદ એ પૃથ્વી પરનો સૌથી પ્રાચીન અને સૌથી પ્રથમ ગ્રંથ છે માટે તેની પ્રથમ રુચાને જ આ સન્માન મળવું જોઇએ. અફસોસની વાત એ છે કે જે દેશની ધરતી ઉપર વેદો રચાયા હતા તે દેશની પ્રજા જ આજે વેદોનું જ્ઞાન વીસરી ગઈ છે. મને સંપૂર્ણ શ્રદ્ધા છે કે આવનારી પેઢીઓ આપણા ધાર્મિક વારસાને પુન: સ્થાપિત કરશે.
જે દેશમાં વેદો રચાયા, ત્યાંની પ્રજા દ્વારા જ્ઞાન વિસરાયું



