ફલાઈંગ સ્કવૉડ માટે ખાસ સૂચના: ફકત ચૂંટણી સાથે જોડાયેલું નથી તેટલું જ નિશ્ર્ચિત કરવું જરૂરી: પત્ર પાઠવાયો
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.29
- Advertisement -
દેશમાં લોકસભા ચૂંટણીનો પ્રારંભ થતા જ હવે ચુંટણી પંચની લોકલ પોલીસની ફલાઈંગ સ્કવોડ રસ્તા પર ઉતરી પડી છે અને ચુંટણી સમયે ગેરકાનુની રીતે નાણાની કે પછી શરાબ-કિંમતી ભેટ-સોગાદની હેરફેર થાય નહી તે જોવા માટે ચેકીંગ કરે છે તે સમયે ચૂંટણી સાથે સંકળાયેલા નહી તેવા પ્રવાસીઓ પણ અનેક વખત આ પ્રકારની ફલાઈંગ સ્કવોડની સતામણીનો ભોગ બને છે અને ‘ચેકીંગ’ના નામે ‘તોડ’ પણ થાય છે.
આ સમયે ચુંટણીપંચ દેશભરમાં ચુંટણી કામગીરી સાથે જોડાયેલા તંત્રને આચાર સંહિતાના અમલના નામે સહેલાણીઓ કે પછી સામાન્ય નાગરિકો હેરાન ના થાય તે જોવા તાકીદ કરી છે. બુધવારે પંચે આ માટે એક એડવાઈઝરી ઈસ્યુ કરી હતી. તામિલનાડુમાં સહેલાણીઓના એક ગ્રુપ પાસેથી ફલાઈંગ સ્કવોડે નાણા જપ્ત કરી લીધા હતા જે વાસ્તવમાં તેમના પ્રવાસ ખર્ચ માટે રાખ્યા હતા તથા સહેલાણીઓ પરેશાન થયા હતા.આ ઘટનાથી ચુંટણીપંચે ગંભીર નોંધ લેતા તમામ રાજયના મુખ્ય ચુંટણી અધિકારીઓને જે સહેલાણીઓ-પ્રવાસીઓ પોતાના પ્રવાસન માટે રોકડ સાથે લઈને મુસાફરી કરતા હોય તેઓને પાસે જો તેને સપોર્ટ કરતા દસ્તાવેજો ના હોય તો પણ ચેકીંગના નામે હેરાન નહી કરવા તાકીદ કરી છે.
પંચે જણાવ્યું કે, ફકત સામાન્ય પુછપરછથી તેઓની ઓળખ પ્રસ્થાપિત બને તેમાં કોઈ રીતે ચુંટણી સાથે જોડાયેલા નથી તે નિશ્ર્ચિત કરીને ચુંટણીમાં રાજકીય પક્ષો અને તેમના ટેકેદારો-ભંડોળ પુરુ પાડનાર તમામ રોકડ નાણાની મોટી હેરફેર કરે છે અને અનેક વખત ચુંટણી પંચની ફલાઈંગ સ્કવોડના હાથમાં ઝડપાય છે પણ મોટાભાગે આ પ્રકારના નાણાની હેરફેર અગાઉથી જ નિશ્ચિત થઈ શકે છે.
ચુંટણી આચાર સંહિતા મુજબ જો ઉમેદવાર કે તેના ટેકેદાર તે લઈ જતા વાહનોમાં રૂા.50000થી વધુની રોકડ, ડ્રગ, શરાબ, શસ્ત્ર, ભેટ આપી શકાય તેવી ચીજો જે રૂા.10000થી વધુની હોય તો તે જપ્ત કરી શકાય છે પણ તે આ ચેકીંગના નામે સામાન્ય પ્રવાસીઓ કે ચુંટણી સાથે સંકળાયેલા ના હોય તેની હેરાનગતિ થવી જોઈએ નહી અને સતાનો દુરુપયોગ પણ થવો જોઈએ નહી.