રાજકોટ રેવન્યુ પ્રેક્ટિશનર્સ એસોસિએશને કરેલી રજૂઆતનો હકારાત્મક નિર્ણય
અરજી સાથે રજૂ કરવાના પુરાવાનું લિસ્ટ હવે ઓફિસના નોટિસ બોર્ડ પર મૂકાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટમાં અસંખ્ય વિસ્તારમાં ઘણા લાંબા સમયથી અશાંતધારો અમલમાં છે અને હજુ અન્ય વિસ્તારોમાં પણ અશાંતધારો લાગુ પાડવા સરકાર વિચારણા કરી રહી છે ત્યારે અરજદારોને અશાંતધારાની વેંચાણની પૂર્વ મંજૂરી મેળવવામાં ખૂબ જ મુશ્કેલીઓ પડી રહી છે. આ અનુસંધાને રેવન્યુ પ્રેકટીસ એસોસિએશનના પ્રમુખ સહિત અન્ય હોદ્દેદારો અને સભ્યોએ પ્રાંત-1ના ડેપ્યુટી કલેકટર ચાંદનીબેન પરમારને રજૂઆત કરી હતી. રજૂઆતમાં જણાવ્યું હતું કે અશાંતધારાની દરેક અરજીમાં જુદા જુદા આધાર પુરાવા માંગવામાં આવે છે. તેથી અરજદારોએ અરજી સાથે ક્યાં ક્યાં પુરાવા રજૂ કરવા તેનું લિસ્ટ ઓફિસના નોટિસ બોર્ડ પર લગાવવું જોઈએ જેથી એક સૂત્રતા જળવાઈ રહે. આ ઉપરાંત અશાંતધારાની અરજી સાથે દસ્તાવેજની સર્ટિફાઇડ નકલ તથા ઈન્ડેક્ષની ખરી નકલ પણ જોડવાનું કહેવામાં આવે છે. જેથી અરજદારોને બિનજરૂરી આર્થીક માર અને સમય પણ વેડફાઈ છે. તેમજ અશાંતધારાની મંજૂરીથી મિલકતનો ટાઈટલ રીપોર્ટ પણ આપતા નથી જ્યારે તેનો ઉલ્લેખ અશાંતધારાના હુકમની શરતોમાં પણ કરવામાં આવ્યો છે.
રાજકોટ રેવન્યુ પ્રેકટીસ એસોસિએશને કરેલી રજૂઆતને ધ્યાને લઈ પ્રાંત-1ના ડેપ્યુટી કલેકટર ચાંદનીબેન પરમારે હકારાત્મક નિર્ણય લઈ અરજી સાથે રજૂ કરવાના પુરાવાનું લિસ્ટ હવેથી ઓફિસના નોટિસ બોર્ડ પર મૂકવાનું અને દસ્તાવેજની સર્ટિફાઇડ નકલને બદલે નોટરી ટ્રુ કોપી પણ ચાલશે તેવું જણાવ્યું હતું. રજુઆત કરવા રેવેન્યુ પ્રેક્ટિસનર્સ એસોસીએશનના પ્રમુખ એન.જે.પટેલ તથા ઉપપ્રમુખ કિશોરભાઈ સખીયા, સેક્રેટરી જી.એલ.રામાણી તથા સિનિયર એડવોકેટ પંકજભાઈ કોઠારી, અતુલભાઈ દવે, યતિનભાઈ ભટ્ટ, સુરેશભાઈ ફળદુ, મેહુલભાઈ મહેતા, આર.ડી.ઝાલા, હિતેશ મહેતા, દિલેશ શાહ, રાકેશભાઈ ગોસ્વામી, હેમંત ભટ્ટ, કેતન ગોસલીયા, મહેશભાઈ સખીયા, નરેશ દવે, પ્રણવ પટેલ, યોગેશભાઈ સોમમાણેક, રાજકોટ બારના સેક્રેટરી સંદિપ વેકરિયા, જોઈન્ટ સેક્રેટરી જીતુભાઇ પારેખ, કારોબારી સભ્ય કિશન રાજાણી, હિરેન ડોબરિયા, અમિત વેકરિયા, વિદિત ડોબરિયા, મનિષ પંડ્યા, નિલેશ દક્ષિણી, વિશાલ જોશી, એ.એ.ડેલા, ભાવિક આંબલીયા, મુકેશ કેસરિયા, ભરતભાઈ ગંડેચા, સુરેશ ગંડેચા, ઉદય ગંડેચા, કૃણાલ હાસલિયા, સુજેન સોમમાણેક, ધનરાજ સાવલિયા, સંદીપ ખેમાની, વિવેક લીબાસિયા, પી.એમ.પટેલ અને અંજનાબેન ખૂંટ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
રાજકોટ સબ રજિસ્ટ્રાર કચેરી ઝોન-4 (રૈયા)માં દસ્તાવેજ સ્લોટ વધારવામાં આવશે
રેવન્યુ પ્રેક્ટિસ એસોસિએશન દ્વારા નોંધણી સર નિરક્ષક ગાંધીનગર અને રાજકોટ કચેરીના મદદનીશ નોંધણી નિરક્ષકને કરવામાં આવેલી રજૂઆતને ધ્યાનમાં રાખી રાજકોટ સબ રજિસ્ટ્રાર કચેરી ઝોન-4 (રૈયા)માં દસ્તાવેજ સ્લોટ વધારવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે.



