સ્વચ્છ ભારત મિશન ફેઝ-2: શહેરોને સ્વચ્છ બનાવવાની દિશામાં સમગ્ર દેશમાં ગુજરાત અવ્વલ
અત્યાર સુધીમાં 210 લાખ ટન કચરાનો નિકાલ: 140 ડમ્પ સાઈટોમાં 95 ટકા કચરાનો નિકાલ: સૌથી વધુ કચરાથી મહારાષ્ટ્ર ઘેરાયું: આંદામાન-નિકોબારમાં સૌથી ઓછો કચરો
- Advertisement -
શહેરોમાંથી કચરાના નિકાલના મામલામાં ગુજરાત દેશના સૌથી મોટા રાજયોમાં ટોપ પર રહ્યું છે. ગુજરાતના શહેરોમાં ડમ્પ સાઈટથી 95 ટકા (210 લાખ ટન) કચરાનો નિકાલ કરવામાં આવેલો. સ્વચ્છ ભારત મિશન (શહેરી) 2.0 અંતર્ગત 1000 ટન કે તેથી વધુ કચરાની માત્રા વાળી કુલ 2426 ડમ્પ સાઈટની ઓળખ કરવામાં આવી છે. તેમાં 140 ડમ્પ સાઈટ ગુજરાતમાં છે. આંકડા અનુસાર ગુજરાતની 140 ડમ્પ સાઈટમાં જમા 221 લાખ ટન કચરામાંથી અત્યાર સુધીમાં 2 10 લાખ ટન કચરા (અનેક વર્ષોથી એકત્ર કરાયેલો કચરો)નો નિકાલ કરવામાં આવ્યો છે. હવે માત્ર 5 ટકા કચરાનો નિકાલ બાકી છે.
બે સૌથી મોટી ડમ્પ સાઈટ અમદાવાદમાં
રાજયમાં સૌથી મોટી ડમ્પ સાઈટો પિરાણા અને અમદાવાદમાં છે. અહી 1 29 લાખ ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો છે. આ ડમ્પ સાઈટોને કુલ 90 એકર ક્ષેત્રમાંથી 46 એકર જગ્યાને ખાલી કરી દેવામાં આવી છે.
કચરાથી ઘેરાયેલું સૌથી વધુ ક્ષેત્ર મહારાષ્ટ્રમાં
ભારતમાં કચરાથી ઘેરાયેલું સૌથી મોટું ક્ષેત્ર મહારાષ્ટ્રમાં (3352 એકર) છે, જયારે સૌથી ઓછું આંદામાન અને નિકોબાર દ્વિપ સમૂહ અને મિઝોરમ (ત્રણ એકર)માં છે. રાજધાની દિલ્હીમાં ડમ્પ સાઈટ ક્ષેત્ર 202 એકરમાં ફેલાયેલું છે. આમાંથી અત્યાર સુધી કોઈપણ ક્ષેત્ર ખાલી નથી થયું. તમિલનાડુએ સર્વાધિક 837 એકર ક્ષેત્ર ખાલી કયુર્ં છે જે કુલ 1954 એકર ક્ષેત્રના 42 ટકા છે.
- Advertisement -
75 ટકા ક્ષેત્ર સાફ, 698 એકર જમીન થઈ ખાલી
500 એકર કે તેથી વધુ ક્ષેત્રમાં ફેલાયેલી ડમ્પ સાઈટ વાળા રાજયોમાં પણ સાઈટ ક્ષેત્રોને ખાલી કરી ફરીથી ઉપયોગ કરવાને માટે પરત લેવાના મામલામાં પણ ગુજરાત દેશમાં અવ્વલ છે. ગુજરાતમાં ડમ્પ સાઈટના 930 એકર ક્ષેત્રમાંથી 698 એકર ક્ષેત્રને ખાલી કરી દેવામાં આવ્યું છે. જેને લઈને 75 ટકા જગ્યા ફરીથી ઉપયોગ માટે મળી રહી છે.