-દેશમાં યુવા વર્ગને ફેલાઈ એકલતા સમાન ‘હિકિકોમોરી’ સ્થિતિ: જન્મદર ઘટયો: અર્થતંત્ર પર અસર
દક્ષિણ કોરિયામાં યુવાવર્ગને તેમના ‘ઘર’ માંથી બહાર લાવીને સ્કુલ તથા કામકાજ સાથે જોડવા માટે હવે દેશની સરકારે નવી યોજના અમલમાં મુકી છે. દ.કોરિયામાં ટીનએજથી લઈને યુવા વર્ગમાં ‘હિકિકોમારી’ નામની એક માનસિકતા બનવા લાગી છે જયાં યુવા વર્ગ બેરોજગારીથી કંટાળીને અભ્યાસ છોડવા લાગ્યા છે અને તે ખુદને અલગ અલગ રાખે છે.
- Advertisement -
સમાજમાં ભળતો નથી અને પછી ડ્રગ કે તેવી સોબત પર ચડી જાય છે. દ.કોરિયાની સરકારની ચિંતા એ છે કે હવે કામકાજનો ભાર વૃદ્ધ લોકો પર વધુ છે અને યુવા વર્ગ અભ્યાસ તથા કામકાજમાં જોડાય તે માટે 19થી39 વર્ષના યુવા વર્ગને દર મહિને રૂા.40000ની સહાયતા કરશે પણ શર્ત એ છે તેણે ઘરની બહાર નિકળવું પડશે.
સરકાર આયોજીત શિક્ષણ તથા તાલીમમાં જોડાવું પડશે અને નોકરી-વ્યવસાય નિયમિત કરવા પડશે. દ.કોરિયા 2044માં વિશ્વના સૌથી વૃદ્ધ લોકો ધરાવતા દેશોમાં સામેલ થઈ જશે. એક તરફ દ.કોરિયામાં જન્મદર સતત ઘટી રહ્યા છે અને બીજી તરફ યુવા બેરોજગારી દર 7.2% જેટલો ઉંચો ગયો છે. જેના કારણે દેશમાં ઉત્પાદકતા (જીડીપી) અને અર્થતંત્ર પર ખતરો છે. દક્ષિણ કોરિયામાં યુવાઓ બાળકોને ઈચ્છતા નથી. કારણ કે તેઓનું જીવનધોરણ ખૂબ જ મોંઘુ બન્યુ છે અને પ્રતિ મહિલા એક બાળકનો સરેરાશ દર પણ રહ્યો છે.