શબ્દ તર્પણ…સમભાવ ટ્રસ્ટ દ્વારા ભૂપતભાઇ વડોદરિયાનું પત્રકારત્વ અને સાહિત્યનું સિમ્પોજીયમ
રાજકોટને કર્મભૂમિ બનાવનાર ભૂપતભાઇ વડોદરિયાના સંશોધનાત્મક પત્રકારત્વને સૌ એ યાદ કર્યું
તરુણ દતાણી અને કૌશિક મહેતાએ એક પછી ભૂપતભાઇ વડોદરિયાના કાર્યકાળને સુવર્ણકાળ ગણાવ્યો
હાસ્ય લેખક હર્ષદ પંડ્યાએ ભૂપતભાઇની લઘુનવલ કથા ખાલી ખિસ્સે મેળામાંનું રસદર્શન કરાવ્યું
કલમના કસબી માટે સૌરાષ્ટ યુનિવર્સીટીમાં ભૂપતભાઇ માટે ચેર સહીત સ્મૃતિ માટે તૈયાર.. ડો ગિરીશ ભીમાણી
રાજકોટના આ સિમ્પોજીયમમાં સમભાવ જૂથના કિરણભાઇ વડોદરિયા રહ્યા હાજર
- Advertisement -
હેમુગઢવી હોલમાં યોજાયો સિમ્પોજીયમ
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ માં વર્ષો પૂર્વે એક અખબારના કર્મચારી થી તંત્રીપદે રહી સંશોધનાત્મકપત્રકારત્વ નો ઇતિહાસ સ્થાપિત કરનાર ખ્યાતનામ પત્રકાર અને સાહિત્યકાર ભૂપતભાઇ વડોદરિયા ને શબ્દવંદના કરવાનો એક સિમ્પોજીયમ રાજકોટને આંગણે થતા અહીં વક્તા અને શ્રોતાઓ માં એક સૂર ઉઠ્યો કે સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં શ્રી ઝવેરચંદ મેઘાણી અને અમૃતલાલ શેઠની જેમ ભૂપત ભાઇ વડોદરિયાની ચેર સહીત સ્મૃતિ કાયમી રહે તેવો સૂર ઉઠ્યો હતો. તેના પ્રત્યુત્તરમાં સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના વાઇસ ચાન્સેલર ડો. ગિરીશ ભીમાણીએ આવો સૌ સાથે મળી ભૂપતભાઇની કાયમી યાદી વિશ્વવિદ્યાલય માં રહેતે માટે તૈયારી દર્શાવી સિમ્પોજીયમને સાર્થક ગણાવ્યું હતું.
હેમુગઢવી હોલમાં શનિવારે સમભાવ ટ્રસ્ટ આયોજિત ભૂપતભાઇ વડોદરીયા ના પત્રકારત્વ અને સાહિત્ય ના સિમ્પોજીયમ નું આયોજન થયું હતું. રાજકોટમાં ફૂલછાબના તંત્રી તરીકે રાજકોટને કર્મભૂમિ બનાવનાર ભૂપતભાઇના નીડર પત્રકારત્વને યાદ કરાયું હતું. જેમાં પ્રથમ સમભાવ ટ્રસ્ટના સંયોજક અને જાણીતા પત્રકાર તરુણભાઇ દતાણી એ ભૂપતભાઇના પત્રકારત્વ સાહિત્ય અને ગુજરાત સરકારના માહિતીઅધિકારી તરીકે કામગીરીના ઉદાહરણ સાથે વક્તવ્ય રજૂ કરતા ભૂપતભાઇનો રાજકોટનો પત્રકારત્વનો કાર્યકાળ જીવંત થયો હતો જયારે ફૂલછાબના તંત્રી કૌશિક મહેતાએ ભૂપતભાઇના ફૂલછાબમાં સંશોધનાત્મક પત્રકારત્વની વાત રજૂ કરી એને સુવર્ણકાળ ગણાવી ભૂપતભાઇની કાર્યશેલી અને ધારદાર લેખન આજે વિસરાય તેવું નથી. આ તકે જાણીતા હાસ્યલેખક હર્ષદ પંડ્યા એ સદગત ભૂપત ભાઇની હાસ્ય લધુ નવલકથા ખાલી ખિસ્સે મેળાનું રસદર્શન કરાવતા એક પત્રકાર કે તંત્રી તરીકે ભૂપતભાઇ વડોદરિયાની કલમ એ આ લધુ નવલકથા માં જે હાસ્યરસ સાથે જીદંગી ના મેળા માં ખાલી ખિસ્સે આવ્યા ની ચોટદાર રજૂઆત કરી છે આ સિમ્પોજીયમ માં સમભાવ જૂથના કિરણભાઇ વડોદરિયા ખાસ હાજર રહી ભૂપત ભાઇના રાજકોટના એ દિવસો અને સંસ્મરણો શબ્દ વંદનાના ભાગીદાર બન્યા હતાં. આ સમગ્ર સિમ્પોજીયમનું સંચાલન વી ટી વી સૌરાષ્ટ્ર કચ્છ એસોસીએટ એડિટર ધર્મેશ વૈદ્યએ કર્યું હતું.
ભૂપતભાઇ વડોદરિયાની સ્મૃતિમાં પત્રકારત્વ એવોર્ડ અપાશે
રાજકોટમાં આ શબ્દવંદનામાં સમભાવ ટ્રસ્ટની કામગીરી વર્ણવતા તરુણભાઇ દતાણી એ કહ્યું હતું કે, મીડિયા સાથે સમભાવ ગ્રુપ અંબાજી સહીત વિસ્તારોમાં કુપોષણની સમસ્યા દૂર કરવા સગર્ભા માતાઓ મેડિકલ ચેકઅપ ખોરાક સહીત નો ખ્યાલ રાખી રહ્યા છે જયારે એક એમ્બયુલન્સ પણ આવા વિસ્તારને અર્પણ કરનાર છે જયારે ભૂપતભાઇની સ્મૃતિમાં ગુજરાતમાં પત્રકારત્વ એવોર્ડ પણ જાહેર કરનાર છે જયારે પત્રકારત્વમાં પી એચ ડી કરનારને આ સમભાવ ટ્રસ્ટ દ્વારા સ્કોલરશીપ આપવાનો સંકલ્પ જાહેર કર્યો હતો.
- Advertisement -