ગુજરાતભરમાં મેઘરાજાએ ભારે જમાવટ જમાવી છે. ત્યારે ભારે વરસાદના કારણે રાજકોટ સહીત સૌરાષ્ટ્રમાં અંધારપાટ છવાઇ ગયો છે.
રાજ્યમાં ભારે વરસાદના કારણે 137 વિજપોલ ધરાશાયી થતા સૌરાષ્ટ્રના 63 જેટલાં ગામડાઓમાં અંધારપટ છવાઇ ગયો છે. ભારે પવન સાથે અનેક વીજપોલ ધરાશાયી થયા છે. વીજવિભાગ દ્વારા વીજપુરવઠો ઝડપી કાર્યરત કરવા માંગ કરવામાં આવી છે. વરસાદી સીઝનમાં ગામડાઓમાં અંધારપાટ છવાઇ જતા લોકોએ ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે.
- Advertisement -
જુઓ ક્યા કેટલા ફીડર બંધ હાલતમાં? ગામમાં કઇ-કઇ જગ્યાએ અંધારપાટ છવાયો?
ખેરીવાડીના 225 ફીડર બંધ થઇ ગયા.
જામનગરમાં ખેતીવાડીના 100 સહિત 251 ફીડર બંધ હાલતમાં.
રાજકોટ ગ્રામ્યમાં 1 ફીડર બંધ અને 3 વીજપોલ તૂટી પડ્યા.
પોરબંદરમાં 5 ફીડર બંધ 1 ગામમાં અંધારપટ છવાયો.
જૂનાગઢમાં 22 ફીડર બંધ 21 વિજપોલ તૂટી પડ્યા 1 ગામમાં વીજળી બંધ.
જામનગર માં 120 ફીડર બંધ 2ક પોલ તૂટી પડ્યા 17 ગામ નો વીજપુરવઠો ખોરવાયો.
ભુજમાં 63 ફીડર બંધ હાલતમાં, 1 વીજપોલ તૂટી પડ્યો. 44 ગામનો વીજપુરવઠો ખોરવાયો.
અંજારમાં 5 ફીડર બંધ હાલતમાં, 14 વિજપોલ તૂટી પડ્યા.
ભાવનગરમાં 20 ફીડર બંધ હાલતમાં, 37 વિજપોલ તૂટી પડ્યા.
બોટાદમાં 7 ફીડર બંધ હાલતમાં, અમરેલીમાં 1 ફીડર બંધ અને 18 વીજપોલ તૂટી પડ્યા.
સુરેન્દ્રનગરમાં 7 ફીડર બંધ 6 વિજપોલ તૂટી પડ્યા.