આજરોજ રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક ડો. પુષ્કર પટેલના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં 29 કરોડથી પણ વધુ વિકાસકાર્યોને અને 21 દરખાસ્તોને મંજૂરી આપી હતી. રાજકોટ મનપા દ્વારા જેટકો ચોકડીએ નવો પાણીનો પ્લાન્ટ બનાવવામાં આવી રહ્યો છે, જે અંતર્ગત જેટકો ચોકડીથી ન્યારી ડેમ સુધી પાણીની નવી લાઈન નાંખવા માટે 27 કરોડની ગ્રાન્ટ પણ મંજુર કરાઈ છે.
આ ઉપરાંત, રાજકોટ ફાયરબ્રિગેડ પાસેથી તેમની કામગીરીનો અઠવાડિક રિપોર્ટ પણ લેવામાં આવશે. રૈયા ટેલિફોન એક્સચેન્જ ખાતે રોડ રસ્તના કામ માટે રૂ. 25 લાખ,સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ માટે રૂ. 1 લાખ ની ફાળવણી કરાઈ હતી.
- Advertisement -
રાજકોટ મનપા દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્વચ્છ સર્વેક્ષણ 2022 ગાર્બેજ ફ્રી સિટી બનવા માટે 7 સ્ટાર રેટિંગ અને વોટર પલ્સ સર્ટિફિકેશન મુજબ પણ કામગીરી સુદ્રઢ બનાવવાનો નિર્ણય લેવાયો છે.
આ ઉપરાંત, રાજકોટ ફાયરબ્રિગેડમાં અલગ -અલગ જગ્યાઓ પર હંગામી ધોરણે પણ ઝડપી બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
- Advertisement -
રાજકોટ મનપાની જુદી -જુદી શાખાઓમાં મેનપાવર માટે ત્રિ વર્ષીય કોન્ટ્રાકટ માટે રૂ. 45 લાખ, વોર્ડ નં. 6 માં અમૃત યોજના હેઠળ ડ્રેનેજ મેઈન લાઈન નેટવર્ક અને હાઉસ ચેમ્બર માટે રૂ. 28 લાખ, રાજકોટ મનપામાં અલગ -અલગ જગ્યાઓ પાર ભરતી કરવા માટે રૂ.16 લાખ, વોર્ડ નં. 12 માં વાવડી વિસ્તારમાં રોડ રસ્તાના કામકાજ માટે રૂ. 95 લાખની ફાળવણી કરાઈ છે.
આ ઉપરાંત, પેવર રસ્તાના કામકાજ માટે રૂ.1 કરોડ, પેવિંગ બ્લોક માટે રૂ. 26 લાખ, તબીબી અર્થહિક સહાય માટે રૂ. 4 લાખ, આરોગ્ય અને કોવિડ -19 સહાય અને સ્ટાફ માટે રૂ. 16 લાખ, pmc કન્સલ્ટન્સી માટે રૂ. 1 કરોડ, બાંધકામ માટે રૂ. 95 લાખની ફાળવણી કરવામાં આવી છે.
આ ઉપરાંત, રાજકોટમાં ક્રિકેટને ઉત્કૃષ્ટ મુકામ પાર લઇ જવા માટે રેસકોર્સ ખાતેનું માધવરાયજી સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ હવેથી વિનામૂલ્યે પ્રજા માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે. રાજકોટ મનપાના મોબાઈલ અને પેટ્રોલ એલાઉન્સ માટે રૂ. 2 લાખની ફાળવણી કરાઈ છે.