ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મનપાની આરોગ્ય શાખા દ્વારા દિવાળીના તહેવારને અનુલક્ષીને શહેરમાં મીઠાઈ-ફરસાણના વેપારીને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી છે.
શહેરના ભગવતીપરા મેઈન રોડના વિસ્તારમાં ખાણી-પીણીના 16 ધંધાર્થીઓને ત્યાં ચકાસણી કરતાં તેમાં 10 વેપારીને ત્યાંથી નમૂના લઈ સ્થળ પર જ ચકાસણી કરેલ, જેમાં 8 ધંધાર્થીને લાયસન્સ સબબ નોટીસ ફટકારવામાં આવી હતી.
આ ઉપરાંત કિશાનપરા ચોકથી રૈયા ગામ સુધી પણ મીઠાઈ ફરસાણના ધંધાર્થીઓને ત્યાં આરોગ્ય શાખા દ્વારા સઘન તપાસ હાથ ધરી હતી. જેમાં 15 વેપારીને ત્યાં તપાસ હાથ ધરીને છ વેપારીને આરોગ્યલક્ષી નોટીસ ફટકારવામાં આવી છે. જેમાં હનુમાન મઢી ચોક ખાતે આવેલ હરભોલે ડેરીમાં મીઠાઈ પરનું વરખ સબબ નોટીસ ફટકારી હતી. આ ઉપરાંત એક્સપાયરી થયેલ પેકેટ ખાદ્યપદાર્થોનું ચેકીંગ હાથ ધરીને ધંધાર્થીને નોટીસ ફટકારી હતી.



