આવતીકાલે મેગા ફાઈનલ: વિજેતાઓને લાખેણાં ઈનામોથી નવાજવામાં આવશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
નવલા નોરતા એટલે માં જંગદબાની આરાધનાનો તહેવાર જેમ જેમ નવલા નોરતા નજીક આવતા જાય તેમ ગુજરાતીમાં થનગનાટ વધતો જઈ એમાં વિશ્ર્વભરમાં પ્રચલિત રાજકોટ એટલે ગરબાનું હબ કહેવાય છે. ત્યારે છેલ્લા 12 વર્ષથી રાજકોટના યુવાધન હૈયાંમાં વસતુ આત્મન ગ્રુપ ‘થનગનાટ રજવાડી રાસ મહોત્સવ’ આ વર્ષે પણ યુવાધને ડોલાવવા તત્પર છે.
રાજકોટના હાદસમાં વિસ્તાર 150 રીંગ રોડ, બાલાજી હોલ પાછળ, ધોળકિયા સ્કૂલની સામેના પટાંગણમાં વિશાળ શ્રેષ્ઠ પ્લેગ્રાઉન્ડ – અલ્પાહાર-પાણીથી લઇ હાઈજેનીક મોબાઈલ ટોયલેટ અને પાર્કિંગ જેવી પ્રાથમિક સુવિધાઓ તેમજ ખાસ સુરક્ષા વ્યવસ્થા, સીસી ટીવી કેમેરા, વિશાળ ગ્રાઉન્ડ, બેસ્ટ સાઉન્ડ સિસ્ટમ, પાર્કિંગની સુવિધાઓ, સીસીટીવી કેમેરા તથા પારિવારિક માહોલ વચ્ચે પારિવારિક માહોલ વચ્ચે બાઉન્સર સિક્યોરિટીની વ્યવસ્થા કરેલા છે તેમજ ખેલૈયાઓને જુમાવવા રાજકોટના ખ્યાતનામ જીલ એન્ટટાઇન્ટમેન્ટ, આઈ કે રિધમ ઑરકેસ્ટા સથવારે કંઠની કોયલ ફોક સિંગર ઈલા મકવાણા, સૂરનો બેતાજ બાદશાહ રિયાઝ કુરેશી, ડાયરાનો માણીગર મિલન કાકડીયા તેમજ સમગ્ર માહોલને પોતાના વાણીથી તરબોળ કરશે. એન્કર માહી દવેના સથવારે 1,00,000 વોટ લાઈન એરર આશિષ સાઉન્ડ સિસ્ટમના સુરે ખેલાયાઓ જૂમી ઉઠ્યા હતા.
4,000થી પણ વધુ ખેલૈયો રોજે રોજ માણી રહ્યા છે. છઠ્ઠા નોરતે ગુજરાતના ગૃહ મંત્રી હર્ષભાઈ સંઘવી મોંઘેરા મહેમાન બન્યા હતા. તેમજ સાતમા નોરતે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી મહેમાન બન્યા હતા. આ રસોત્સવમાં જાણે રાત પડે અને દિવસ ઉગે છે તેવું લાગી રહ્યું છે. આવતીકાલે મેગા ફાઈનલ યોજાશે. જેમાં નવ દિવસ દરમિયાન બનેલા પ્રિન્સ-પ્રિન્સેસ વચ્ચે ખરાખરીનો ખેલ જામશે અને વિજેતા થનાર પ્રિન્સ પ્રિન્સેસને લાખેણા ઇનામોથી નવાજવામાં આવશે.
આ આયોજનને ચાર ચાંદ લગાવવા માટે ચેરમેન વિશાલ પટેલની રાહબેરી હેઠળ મોહિત વઘાસિયા, સંજયસિંહ ઝાલા, હિરેન પટેલ, તરંગ રૂપાપરા, વિરજસિંહ ઝાલા, ગૌરવ પટેલ, હિરેન રોકડ, ભાવેશ સોરઠીયા, જીતેન જડિયા, વસીમ ડાકોરા, વિરાજ પટેલ, પારસ પાનસુરીયા, તુષાર સોરઠીયા, મયુર પાંભર, મીત ગોંડલીયા, દિવ્યેશ હિરાણી, નિશાંત સેઠ, ભાવેશ પાદરીયા, એજાજ ડાકોરા, જતીન મકવાણા, સંજય ગઢવી, હર્ષ નથવાણી, જીગ્નેશ સરવૈયા, પીનાર્ક શર્મા, રાજ પાગડા, રાહુલ લીંબાણી, રાહુલ જાવિયા, બાલકૃષ્ણ ડાભી તેમજ આત્મન ગ્રુપના તમામ સભ્યો ખાસ જહેમત ઉઠાવી હતી.