જાનથી મારી નાખવાની ધમકી આપી વિડીયો પણ ઉતારી લીધો
દીકરીનો બીભત્સ વિડીયો ભાઈ અને પિતા જોઈ જતાં અંતે નોંધાવી ફરિયાદ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના જામનગર રોડ પર રહેતા મોભીએ તેની 15 વર્ષ 10 મહિના ઉમરવાળી ધોરણ 11માં અભ્યાસ કરતી દીકરી સાથે દુષ્કર્મ કરનાર લોહાનગરના ધવલ સંજયભાઈ દાદુકિયા સામે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ અંગે ફરિયાદ નોંધાવી છે.
- Advertisement -
ફરિયાદમાં જણાવ્યું હતું કે મારી દીકરીને અભ્યાસ અર્થે સીમકાર્ડ વગરનો મોબાઈલ આપ્યો છે હું રિક્ષા હંકારું છું ગત 18 તારીખે હું ઘરે હતો ત્યારે મારા પુત્રએ દીકરીનો મોબાઈલ જોતાં સ્નેપચેટમાં મેસેજ હોય જેથી તેમ થયેલ વાતચીત જોતાં એક વિડીયો નજરે પડ્યો હતો જેમાં અજાણ્યો શખ્સ દીકરીને મુખ મૈથુન કરાવતો હોય તેવું જોવા મયું હતું જેથી પુત્રએ તે વિડીયો મને દેખાડ્યો હતો તે પછી મારી દીકરીને તેડી લાવવાનું કહેતા દીકરી દીકરીને લઈને બપોરે ત્રણ વાગ્યે ઘરે આવ્યો હતો તેણીને પૂછતાછ કરતાં પોતે સીમકાર્ડ વિનાના મોબાઈલમાં વાઇ ફાઈથી નેટ કનેક્ટ કરી વાંચતી હતી ત્યારે આઈડી ઉપરથી મેસેજ આવતા એક્સેપ્ટ કરી વાતચીત કરતાં હતા અને સ્કૂલે મળવા આવતો હતો 5 ફેબ્રુઆરીએ ઘરે કોઈ હતું નહીં ત્યારે તે ઘરે આવેલ અને શરીર સંબંધ બાંધવાનું કહેતા મે ના પાડતા જાનથી મારી નાખવાની ધમકી આપી પરાણે મુખ મૈથુન કરાવ્યું હતું અને જાણ બહાર વિડીયો બનાવી લીધો હતો અને 7 તારીખે મને વિડીયો મોકલ્યો હતો તે પછી 13 ફેબ્રુઆરી 2025ના રોજ પણ આપના ઘરે કોઈ ન હતું ત્યારે ફરી તે આવ્યો હતો અને મારી નાખવાની ધમકી આપી પરાણે શરીર સંબંધ બાંધી લીધો હોવાનું જણાવતા અંતે ફરિયાદ નોંધાવતા પીઆઇ મેઘાણી સાહિતે દુષ્કર્મ, પોકસો સહિતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.