સિવિલ તંત્ર ઊંઘતું રહ્યું અને ઉંદરે દર્દીને બાચકા ભરી લીધા
રાજકોટ,
- Advertisement -
રાજકોટની સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં જોવા મળી. સિવિલ હોસ્પિટલમાં ઉંદરની ચહલપહલનો વીડિયો વાયરલ થયો. સિવિલ હોસ્પિટલમાં જ્યાં દર્દીઓ સારવાર લેવા આવતા હોય છે ત્યાં વાયરલ વીડિયોમાં ઉંદરની મોજ દેખાય છે. સિવિલ હોસ્પિટલમાં ફરતા ઉંદરથી દર્દીઓ પરેશાન જોવા મળ્યા હતા. ઉંદરોના હોસ્પિટલમાં આંટાફેરા વધ્યા છે. અનેક વખત ઉંદર દર્દીઓને બચકાં ભરતા હોવાની પણ હોસ્પિટલ સત્તાધીશોને ફરિયાદ કરાઈ હતી.
વાયરલ વીડિયોમાં એક નહીં પરંતુ બે-ત્રણ ઉંદરો આંટાફેરા મારતા જોવા મળે છે. આ ઉંદરો દર્દી પાસેના ટેબલ પર પાણીની બોટલ અને દવાઓ જેવી તેની જરૂરિયાતની વસ્તુઓ મૂકવામાં આવી છે ત્યાં આંટાફેરા મારે છે. ઉંદરોનો ત્રાસ એટલો બધો વધી ગયો છે સારવાર લેવા આવેલા દર્દીઓ ત્રાહિમામ પોકારી રહ્યા છે. હોસ્પિટલના સત્તાધીશોને ઉંદરોના ત્રાસની ફરિયાદ કરવામાં આવી હતી, પરંતુ તેમની ફરિયાદ પર કોઈ કાર્યવાહી ના કરાતા આખરે સાબિતી રૂપે દર્દીના એક સગાએ આ વીડિયો વાયરલ કર્યો.
અગાઉ પણ રાજકોટની સિવિલ હોસ્પિટલ દર્દી પ્રત્યે બેદરકારી મામલે વિવાદમાં આવી હતી. ગત વર્ષના સપ્ટેમ્બર મહિનામાં 108માં ઇમરજન્સીમાં એક વૃદ્ધાને હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. વૃદ્ધાના હાથમાં સડો થતાં ડોક્ટરે તેમને સર્જરી વોર્ડમાં દાખલ કરવાનું કેસ પેપરમાં લખ્યું હતું. પરંતુ જ્યારે સવારે તેમની સારવાર કરવાને લઈને તપાસ કરાઈ ત્યારે ખબર પડી કે વૃદ્ધાને કેસ પેપર મુજબ સર્જરી વોર્ડમાં દાખલ નથી કરાયા. તેના બાદ હોસ્પિટલમાં વૃદ્ધાને શોધવા અફરાતફરી સર્જાઈ અને સીસીટીવીમાં તપાસ કરાતા વૃદ્ધા સર્જરી વિભાગની બહાર સ્ટ્રેચર રૂમમાં જોવા મળ્યા. અહીંના સત્તાધીશોએ વધુ સાવચેત રહીને કાર્ય કરતા દર્દીઓને વધુ સારી સેવા કઈ સેવા આપી શકાય તે દિશામાં કદમ ઉઠાવવા જરૂરી છે.
- Advertisement -
ઉંદરોના ત્રાસને સમાપ્ત કરવા માટે, 2018માં 20થી 25 લાખ રૂપિયાનું પેસ્ટ કંટ્રોલ ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું, પરંતુ તે સમયે મેડિકલ ડિરેક્ટરની બદલી અને આરોગ્ય વિભાગના વડા ગાંધીનગરથી બહાર જવાને કારણે, ટેન્ડર પ્રક્રિયા કોઈક રીતે ખોરવાઈ ગઈ છે. ગમે તે હોય, દર્દીઓની માંગ છે કે વહીવટીતંત્ર શક્ય તેટલી વહેલી તકે જાગે અને સિવિલ હોસ્પિટલમાં ઉંદરોના ત્રાસનો અંત લાવે.
ખાસ ખાસ ટીમ દ્વારા સિવિલ સુપ્રિટેન્ડેન્ટને સવાલ કરતા જણાવ્યું હતું કે, પેસ્ટ કંટ્રોલ માટે 16/12/2024ના રોજ કોન્ટ્રાક્ટ આપવામા આવેલ છે. પણ કોન્ટ્રાક્ટર તરફ કોઈ રિસ્પોન્સ મળ્યો નથી.