ગર્લફ્રેન્ડ સાથેના ફોટા અપલોડ કરી બીભત્સ લખાણ કરનાર સામે સાયબર ક્રાઇમમાં ગુનો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં સોશ્યલ મીડિયાનો લોકો ભરપૂર દુરુપયોગ કરી રહ્યા છે ત્યારે શહેરના ઇમિટેશનના વેપારીના નામનું ફેક આઈડી બનાવી તેમાં તેના ગર્લ ફ્રેન્ડ સાથેના ફોટા અપલોડ કરી તેના પરિચિતોને મોકલી બીભત્સ લખાણ કર્યાનું સામે આવતા તેણે આઈડી બનાવનાર શખ્સ સામે સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ નોંધવી છે. રાજકોટના કોઠારીયા રોડ ઉપર ન્યુ સાગર સોસાયટીમાં રહેતા અને ઇમિટેશનનું કામ કરતાં ઈમરાનભાઈ યુનુસભાઈ ધાનાણી ઉ.34એ ઈરફાનઈરફાન0000 નામનું ઇંસ્ટાગ્રામમાં ફેક આઈડી બનાવનાર શખ્સ સામે સાયબર ક્રાઇમ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે પોતે ઇંસ્ટાગ્રામ અને ફેસબુક યુઝ કરે છે ગત જૂન મહિનામાં મારા માસીના દીકરાએ ફોન કરીને કહેલ કે મારા ઇંસ્ટાગ્રામમાં ઉપરોક્ત આઈડી ઉપરથી રિક્વેસ્ટ આવી હતી
- Advertisement -
એકસેપટ કરતાં તેમાં તારો અને તારી ગર્લફ્રેન્ડનો ફોટો અપલોડ કર્યો હોવાનું અને બીભત્સ લખાણ લખેલું હોવાનું જોવા મળ્યું છે જેથી તપાસ કરતાં મારા નામની ફેક આઈડી બનાવી મારી જાણ બહાર મારો અને ગર્લ ફ્રેન્ડનો ફોટો અપલોડ કરી બીભત્સ લખાણ લખેલું હોય તે મને પણ રિક્વેસ્ટ મોકલી હોવાનું ધ્યાને આવ્યું હતું આ ઉપરાંત મારા અન્ય સંબંધીઓને પણ મોકલી હોવાનું જાણવા મળતા ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.