ખાસ-ખબર ન્યૂઝ રાધનપુર
પાટણ જિલ્લાના રાધનપુર ખાતે તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયકનો 55મો જન્મદિવસ અનોખી રીતે ઉજવાયો હતો.આ પ્રસંગે રાધનપુરની સુરભી ગૌશાળા ખાતે ગૌમાતાને 251 કિલો ગોળનું નિરણ કરાયું હતું. ગૌસેવામાં જોડાયેલી આ સેવા પ્રવૃતિ દ્વારા ભાજપના કાર્યકર્તાઓએ સાંસદ મયંકભાઈ નાયકને શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યક્રમ દરમિયાન રાધનપુર તાલુકા ભાજપ પ્રમુખ અજીતસિંહ પરમાર, ડો. ગોવિંદજી ઠાકોર (સદારામ હોસ્પિટલ, રાધનપુર), ભાવાજી ઠાકોર, બેચરજી ઠાકોર, ભરતજી ઠાકોર, ખેતાજી ઠાકોર, મુકેશભાઈ સોલંકી, મનોજભાઈ પટેલ, કુલદીપસિંહ સહિત ભાજપના અનેક આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. ગૌશાળામાં યોજાયેલી આ અનોખી ઉજવણીને લઈને કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.