જિલ્લામાં 1401 જેટલા બેનરો પોસ્ટર, દિવાલ પેઈન્ટિંગ સહિતની પ્રચારાત્મક સામગ્રી દૂર કરાઇ
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા.23
- Advertisement -
ચૂંટણી પંચ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી-2024ની તારીખો જાહેર થતાં જ સમગ્ર દેશમાં આદર્શ આચારસંહિતા અમલમાં આવી ગઈ છે. લોકસભાની ચૂંટણી જાહેર થતાની સાથે જ પોરબંદર જિલ્લામાં પણ આચારસહિતનો ચૂસ્તપણે અમલ થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી કે.ડી.લાખાણીના માર્ગદર્શન હેઠળ નોડલ અધિકારી આચાર સંહિતા અને ટીમો દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં જિલ્લામાં વિવિધ જગ્યાઓએ લગાવેલી પ્રચારાત્મક સામગ્રીઓને ઉતારવાની કામગીરી કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં જિલ્લામાંથી જાહેર મિલકત પરથી 1166 અને ખાનગી મિલકત પરથી 235 જેટલા બેનરો, પોસ્ટર દિવાલ પેન્ટીગ સહિતની પ્રચારાત્મક સામગ્રીઓને દૂર કરવામાં આવી છે.
આમ જિલ્લામાં કુલ 1401 જેટલા બેનર, પોસ્ટરો હટાવવામાં આવ્યા છે. અને જિલ્લામાં પ્રચારાત્મક લખાણો-રેખાંકનોને ભૂંસવાની-મિટાવવાની કામગીરી પણ કરવામાં આવી છે.