એકંદરે પોલીસની હવે બંગાળી અને પરપ્રાંતિય કારીગરો બાબતે ઊંઘ ઉડી
વેપારીઓ લાલચમાં આવીને બંગાળી અને પરપ્રાંતિય કારીગરોને પ્રોત્સાહન, આશરો આપતા હોવાનો મત
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં ત્રાસવાદી પ્રવૃત્તિનું જોખમ ઝળુંબતું હોય તેમ 2017માં કુખ્યાત ત્રાસવાદી સંગઠન ઈંજઈંજ સાથે જોડાયેલા બે ભાઈઓ વસીમ અને નઇમ પકડાયા બાદ હવે અલ-કાયદા સાથે સંકળાયેલા ત્રણ આતંકી પકડાતા લોકોમાં ભય વ્યાપી ગયો છે.
રાજકોટની સોની બજાર દેશ- વિદેશમાં પ્રખ્યાત છે. જ્યાં એકાદ લાખ જેવા બંગાળી કારીગરો કામ કરે છે. ત્રણ બંગાળી કારીગરોની ત્રાસવાદી પ્રવૃત્તિમાં સંડોવણી ખુલતા સોની વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયા છે. આજે સવારે ત્રણ કારીગરોની ત્રાસવાદીપ્રવૃત્તિમાં સંડોવણી ખૂલ્યાની જાણ થતાં જ સોની બજારમાં સોંપો પડી ગયો હતો.
બંગાળી કારીગરો છાશવારે વેપારીઓનું સોનુ લઇ ભાગી જતાહોવાના કિસ્સાઓ બને છે. પરંતુ મોટાભાગે વેપારીઓ પાસે આ કારીગરોના કોઇ આધાર-પૂરાવા ન હોવાથી પોલીસ તેમને પકડી શકતી નથી.ત્રણ બંગાળી કારીગરોની ત્રાસવાદી પ્રવૃત્તિમાં સંડોવણી ખુલતા હવે સોની વેપારીઓની સાથે શહેર પોલીસ પણ ચોંકી ઉઠી છે. પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે જણાવ્યું કે બંગાળી અને બીજા પ્રાંતમાંથી આવેલા કારીગરોનું હવે એસઓજીમાં રજીસ્ટ્રેશનફરજિયાત કરવાનું નક્કી કરાયું છે. તમામ કારીગરો વિશે અપ ટુ ડેટ માહિતી, આધાર-પુરાવા સહિતનું રજીસ્ટ્રેશન કરાવી તેમને આઇ કાર્ડ પણ ઇશ્યુ કરવાનો નિર્ણય લેવાયો છે. જે ત્રણ બંગાળી કારીગરો પકડાયા છે તેના સિવાય બીજા કોઇ ત્રાસવાદી પ્રવૃત્તિમાં સંડોવાયેલા છે કે કેમ તે અંગે પણ પોલીસ હવે તપાસ કરી રહી છે.
- Advertisement -
એકંદરે પોલીસની હવે બંગાળી અને પરપ્રાંતિય કારીગરો બાબતે ઉંઘ ઉડી છે. રાજકોટ ગોલ્ડ ડીલર્સ એસોસિએસનના પ્રમુખ ભાયાભાઈ સોહાલીયાએ જણાવ્યું કે થોડાક વર્ષો પહેલા ખાસ કરીને બંગાળી કારીગરોનું રજીસ્ટ્રેશન કરાવવાનો નિર્ણય લેવાયો હતો. આ માટેના ફોર્મ પણ તૈયાર કરી લેવાયા હતા. બંગાળી કારીગરો ખરેખર ક્યા જિલ્લા-ગામમાં રહે છે તેની ઉપરાંત કોઇ ગુનાઇત પ્રવૃત્તિમાં સંડોવણી છે કે કેમ તેની ખરાઇ કરવાનો હેતુ હતો. પરંતુ વેપારીઓનો સહયોગ નહીં મળતા આ યોજના પડતી મૂકાઇ હતી એવો વસવસો પણ દર્શાવ્યો હતો કે વેપારીઓ થોડી લાલચમાં આવીને ઘણી વખત બંગાળી અને પરપ્રાંતિય કારીગરોને પ્રોત્સાહન, આશરો
આપે છે.