ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.8
રાજ્યમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટેનું સ્કૂલ બસ અથવા તો સ્કૂલ વાહનમાં ખચોખચ ભરીને વાહન કરતા વાહનોથી વિદ્યાર્થીઓના જીવનું જોખમ ઉભુ થાય છે જે બાબતે હાલમાં જ રાજ્ય સરકાર દ્વારા ખાસ ડ્રાઇવ યોજી હતી પરંતુ આ ડ્રાઇવ પૂર્ણ થયા બાદ ફરીથી વિદ્યાર્થીઓને શાળાએ જવા માટે મોતની સવારી કરવી પડે છે.
પાટડી પંથકમાં ઉચ્ચતર અભ્યાસ માટે આવતા ગ્રામ્ય વિસ્તારોમાંથી વિદ્યાર્થીઓને ન છૂટકે પ્રાઇવેટ વાહનોમાં અપડાઉન કરવું પડે છે.
ત્યારે વિદ્યાર્થીઓને અપ ડાઉન કરવું મુશ્કેલ નથી પરંતુ અપ ડાઉન સમયે થતી મોતની સવારીમાં જીવ અધ્ધર રાખી જ્યાં સુધી ઘરે ન પહોચે ત્યાં સુધી વાલીના પણ જીવો પડીકે બંધાઇ છે તેવામાં સ્થાનિક તંત્ર જિલ્લા છઝઘ દ્વારા ટ્રાફિક અંગે ડ્રાઇવ યોજી સામાન્ય લોકોને દંડ ફટકારી રહ્યું છે પરંતુ ખરેખર જે મોતની સવારી કરી રહ્યા છે તે પ્રાઇવેટ અથવા સ્કૂલ વાહનોને મહિને એક વખત સરકારી કાગળ આપ્યા વગરનો દંડ વસૂલી કડક કાર્યવાહી કરવામાં આવતી નથી જેથી બેફામ બનેલા પ્રાઇવેટ વાહનો ચલાવતા તત્વો કોઈની પરવાહ વગર ખુલ્લેઆમ ટ્રાફિક નિયમોનું ઉલંઘન કરી રહ્યા છે.