નાઈજિરીયામાં ફરી આતંકીખાસ-ખબર સંવાદદાતા
સ્થાનિક અધિકારીઓના કહેવા પ્રમાણે આ ઘટનાના કારણે દેશમાં પહેલેથી જ તોળાઈ રહેલુ ખાદ્ય સંકટ વધારે ઘેરૂૂ બનશે. કારણકે આતંકીઓએ ખેતરોમાં કામ કરી રહેલા ખેડૂતો પર હુમલો કર્યો હતો.
આ ખેડૂતોનુ ગળુ કાપીને હત્યા કરવામાં આવી હતી અને તેમાંના કેટલાકના માથા ધડથી અલગ કરી દેવામાં આવ્યા હતા. સરકારનુ કહેવુ છે કે, આ હુમલો કૃષિ ગતિવિધિઓ માટે મોટા ફટકા સમાન છે અને પહેલેથી ચાલી આવતી સમસ્યાઓને વધારશે. આ પહેલા પણ આતંકીઓએ સંખ્યાબંધ સામાન્ય લોકોની હત્યા કરી છે. પહેલા તેઓ ગામડાઓને પોતાની ઢાલ તરીકે ઉપયોગમાં લે છે અને પછી તેમાં રહેતા લોકોની હત્યા કરી નાંખે છે.
- Advertisement -
તાજેતરમાં નાઈજિરિયાની એરફોર્સે કરેલી એર સ્ટ્રાઈકમાં દેશમાં સક્રિય આતંકી સંગઠન બોકો હરામના 100 જેટલા આતંકીઓ માર્યા ગયા હતા. આ ઘટનાના બદલા તરીકે ખેડૂતોને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હોવાનુ મનાઈ રહ્યુ છે. સંગઠનનો હુમલો