વતનના મકાનમાં માવતરને રાખવા મુદે થયો હતો ઝઘડો
આરોપી પતિને ટંકારા પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી લીધો
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ટંકારા તાલુકાના કલ્યાણપર ગામે દસેક દિવસ પહેલા જ બાળકો સાથે ખેત મજૂરી કરવા આવેલા રાયબેન સુબોભાઈ વસુનીયા નામની પરિણીતાની તેના જ પતિ સુબોભાઈ વેસ્તાભાઈ વસુનીયાએ પથ્થરના ઘા ઝીંકીને હત્યા કરી નાખતા આ હત્યાના બનાવ અંગે મૃતક રાયબેનના ભાઈ સુમારીયા પારસિંહ માવીએ ટંકારા પોલીસ મથકમાં બનેવી સુબોભાઈ વેસ્તાભાઈ વસુનીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આઇપીસી કલમ 302 મુજબ ગુન્હો નોંધી તપાસ ચાલુ કરી આરોપી સુધી પહોંચવા તજવીજ શરૂ કરી હતી જો કે ગણતરીની કલાકોમાં જ આરોપી પતિને ઝડપી પાડીને કોરોના રીપોર્ટ કરાવી અટક કરવા આગળની કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
આ દરમિયાન ફરિયાદી સુબોભાઈ વેસ્તાભાઈ વસુનીયાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના બેન રાયાબેને મજૂરી કરી વતનમાં મકાન બનાવ્યું હોય જે મકાનમાં પતિ સુબોભાઈ વેસ્તાભાઈ વસુનીયા તેમના માતા પિતાને રહેવા દેવાનું કહેતો હોય રાયાબેને ના પાડતા બન્ને વચ્ચે ઝઘડો થયો હતો અને ઉશ્કેરાઈ ગયેલા આરોપી પતિ સુબોભાઈ રાયાબેનને માથામાં પથ્થરના ઘા મારી દેતા રાયાબેનનું મૃત્યુ નીપજ્યું હતું જેની જાણ ફરિયાદી સુમારીયા પારસિંહ માવીને થતા આ મામલે ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા ટંકારા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.