ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ માર્કેટીંગ યાર્ડમાં તા. 24 ઓકટોબરથી દિવાળીનાં તહેવારની રજા જાહેર કરવામાં આવી છે. તા. 28 ઓકટોબરથી રાબેતા મુજબ ફરી યાર્ડ શરૂ થશે. જૂનાગઢ માર્કેટીંગ યાર્ડની એક યાદીમાં જણાવ્યું હતું કે, તા.29 ઓકટોબરનાં લાભ પાંચમનાં પવિત્ર દિવસથી કપાસની હરરાજીનો પ્રારંભ શથે. તેમજ તા. 28 ઓકટોબરનાં સવારનાં 8 વાગ્યાથી કપાસની આવક શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત તા. 28 ઓકટોબરનાં મગફળી અને સોયાબીનની લુઝ સીવાય તમામ જણસીની આવક રાબેતા મુજબ ચાલુ રહેશે. તેમજ તા. 28 ઓકટોબરનાં રાત્રીનાં 8 વાગ્યાથી સવારનાં 8 વાગ્યા સુધી મગફળી અને સોયાબીનની લુઝ આવક થવા દેવામાં આવશે.