સોરઠ પંથકમાં મોન્સુન એક્ટિવિટીની અસર
બપોરના સમયે 40 ડિગ્રી સાથે તાપમાન જોવા મળ્યું; સોરઠમાં સવારે ઠંડો પવન ફુંકાતા ગરમીમાં આશિંક રાહત
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.25
જૂનાગઢ જિલ્લા સહીત સોરઠ પંથકમાં મોનસુન એક્ટીવીટીની અસર જોવા મળી રહી છે આજે સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું સવારે નવ વાગ્યા સુધી વાદળછાયાં વાતાવરણ સાથે ઠંડા પવન ફૂંકતા ભેજનું પ્રમાણ જોવા મળ્યું હતું ત્યારે હવે આગામી દિવસોમાં તાપમાન સામાન્ય જોવા મળશે અને ગરમીથી રાહત રહશે તેની સાથે બોપરના સમયે 40 ડિગ્રી તાપમાન નોંધાયું હતું આમ છેલ્લા બે ત્રણ દિવસથી 43 થી 44 ડિગ્રી તાપમાન જોવા મળ્યું હતું તે આજના દિવસે 3 ડિગ્રી તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો હતો આમ જુન મહિનો નજીક આવતા મોનસુન એકટીવીટીની શરૂઆત જોવા મળી રહી છે તેમ જૂનાગઢ કૃષિ હવામાન વિભાગના અધિકારી ધીમંત વઘાસીયાએ જણાવ્યું હતું.
સોરઠ પંથકમાં આજ સવારથી આકાશ વાદળોથી ઘેરાયેલ જોવા મળ્યું હતું અને ભેજ સાથે 6 થી 7 કિમિ ઝડપે પવન ફુંકાતા ગરમીથી આશિંક રાહત જોવા મળી હતી જયારે કૃષિ હવામાન વિભાગના જણવ્યા અનુસાર હવે જેમ જેમ ચોમાસાની ઋતુ નજીક આવતી જાય છે તેમ તેમ તાપમાનનો પારો નીચો જશે અને આજ રોજ બપોરના સમયે 40 ડિગ્રી તાપમાન નોંધાયું હતું એટલે સામાન્ય તાપમાન અસર જોવા મળશે એટલે અગાઉના તાપમાન કરતા આજે ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું હતું હજુ આગામી દિવસોમાં હજુ તાપમાનનો પારો ઘટતો જોવા મળશે તેમ કૃષિ વિભાગનું કેહવું છે.
- Advertisement -
જયારે કૃષિ હવામાન વિભાગ દ્વારા વધુ માં જણાવતા કહ્યું હતું કે, બંગાળની ખાડીમાં જે લો પ્રેશર સર્જાયું છે તેની કોઈ અસર ગુજરાત પર જોવા નહિ મળે પણ હાલ તો સોરઠમાં જેમ જેમ ચોમાસાની ઋતુ નજીક આવી રહી છે તેમ તેમ તાપમાન ઘટતું જોવા મળશે અને તેની સાથે ભેજનું પ્રમાણ રહશે અને સવાર સાંજ 6 થી 7 કિમિ ઝડપે પવન જોવા મળશે અને તાપમાન સામાન્ય રહેશે અને ગરમીમાં થોડે ઘણે અંશે રાહત જોવા મળશે અને બફારાનો એહસાસ લોકો અનુભવશે તેમજ બપોરના સમયે 40 ડિગ્રી આસપાસ તાપમાન સાથે ગરમીનો પારો જોવા મળશે આમ જોઈએ તો મોનસુન પ્રક્રિયા શરુ થઇ છે અને 1 જૂન આસપાસ કેરળ રાજ્યમાં ચોમાસુ સક્રિય થશે અને 15 જૂન આસપાસ ગુજરાતમાં વરસાદ પાડવાની શરૂઆત થશે.
સોરઠ પંથકમાં ભિષણ ગરમીથી રાહત અનુભવાઇ
જૂનાગઢ જિલ્લા સહિત સોરઠ પંથકમાં છેલ્લા 3-4 દિવસથી 43-44 ડિગ્રી તાપમાનનો પારો ઉચકતા લોકો ભારે ગરમીથી અકળાઇ ઉઠ્યા હતા. જ્યારે આજથી ફરી તાપમાનનો પારો 3 ડીગ્રી ઘટતા લોકોએ ગરમીથી આંશીંક રાહત મળી છે. જયારે હવે ચોમાસાની ઋતુ નજીક આવી રહી છે જેના લીધે તાપમાન સામાન્ય રહેવાનું હવામાન વિભાગ દ્વારા જણાવાઇ રહ્યું છે. આમ છેલ્લા 3 દિવસથી પડી રહેલ ભીષણ ગરમીમાંથી લોકોએ આજે રાહત અનુભવી હતી અને સવારે વાદળછાંયા વાતાવરણ સાથે ઠંડા પવનનો અહેસાસ જોવા મળ્યો હતો. હજુ આગામી દિવસોમાં પવન સાથે ભેજનું પ્રમાણ જોવા મળશે.