ઐતિહાસિક સ્થળ, સ્વિમિંગ પુલ, સ્કૂલ કોલેજ સ્થળે યોગનું આયોજન
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.19
- Advertisement -
જૂનાગઢ તા. 21 જૂનના રોજ સમગ્ર રાજ્ય સહિત જૂનાગઢ જિલ્લામાં વિશ્વ યોગ દિનની ઉજવણીનું આયોજન કરાયું છે. જેના ભાગરૂપે જુનાગઢ જિલ્લાના યોગ પ્રત્યે નાગરિક જાગૃત બને અને વધુમાં વધુ નાગરિકો યોગાસન કરે અને યોગને પોતાની જીવનશૈલીમાં અપનાવે તેવા હેતુ સાથે વિશ્વ યોગ દિન પૂર્વે તા. 15 થી 20 જૂન દરમિયાન જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં વિવિધ વિભાગોના સહયોગથી યોગના કાર્યક્રમનું આયોજન કરાયું છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2024 ઉજવણીના ભાગ રૂપે “સ્વયં અને સમાજ માટે યોગ” થીમ અંતર્ગત સમાજમાં યોગ જાગૃતિ કેળવાય તે હેતુસર જૂનાગઢ મ્યુન્સિપલ કોર્પોરેશન અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત તથા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આજ રોજ શ્યામા પ્રસાદ મુખર્જી સ્નાના ગાર ખાતે યોગ કાર્યક્રમ નુ આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં સ્વીમીંગ કરવા ખેલાડીઓએ તથા સ્ટાફ તથા યોગબોર્ડ ના સદસ્યો એ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો
જયારે કાલરીયા સ્કૂલ મોતીબાગના પટાંગણમાં યોગ પ્રોટોકોલ શિબિરનું આયોજન કરાયું હતું જેમાં જિલ્લાના તમામ યોગ કોચ યોગ ટ્રેનરો અને યોગ સાધકો કુલ મળી 685 ભાઈ-બહેનો એ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેને કોઓર્ડીનેટર અનિલ ત્રિવેદીએ યોગ પ્રોટોકોલનું પ્રશિક્ષણ આપ્યું હતું અને જિલ્લા કોઓર્ડીનેટર ચેતનાબેન ગજેરાએ શરૂઆતમાં પ્રાર્થના અને જૂનાગઢ જિલ્લાના બધા ટ્રેનોરો-યોગ કોચને અભિનંદનથી શરૂ કરી પ્રોગ્રામ ખુલ્લો મુક્યો હતો. તેમજ રેણુબેન શુક્લાએ મોદી સાહેબે વિત મંત્રાલય સ્થાપિત અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડની સ્થાપના તેમની કાર્યપદ્ધતિ ખૂબ જ સારી વર્ણવી હતી અને ટ્રેનરો તરીકે ખૂબ આગળ વધો તેવું આહવાન કર્યું હતું.