25મી જાન્યુઆરીના રોજ સાંજે 7 વાગ્યાથી રાત્રીના 9 વાગ્યા સુધીના સમય ગાળા દરમિયાન આપણા નભોમંડળમાં રહેલા મંગળ ગ્રહ, ગુરૂ ગ્રહ, શુક્ર ગ્રહ તથા શનિ સહિતના ગ્રહોનું ટેલિસ્કોપ દ્વારા પ્રત્યક નિર્દેશન કરવા માં આવ્યું હતું જેમાં જૂનાગઢ આસપાસના વિસ્તારની ખગોળ પ્રેમી જનતાને આ ખગોળીય ઘટનાનું અત્યાધુનિક ટેલિસકોપના માધ્યમથી પ્રત્યક્ષ નિદર્શન કરાયો હતો જેમાં 350 કરતા વધારે વિધાર્થીઓ તથા આમ જનતાએ લાભ લીધો હતો. આ કાર્યક્રમ દરમિયાન ગુરૂ ગૃહ તેમના 4 ચંદ્રો તથા શનિ અને તેમના ગ્રહો ની માહિતી શુક્ર ના ગ્રહ તથા આકાશ ના અન્ય તારાઓની માહિતી આપવામા આવી હતી.જુદા જુદા ચાર ગ્રહો ને અલગ અલગ ચાર ટેલિસ્કોપના માધ્યમથી નિહાળી ની વ્યવસ્થા રાખી હતી અને જે ગ્રહની તમામ ગતિવિધિઓને ટેલિસ્કોપ ના માધ્યમથી સેટ કરીને તેની પ્રત્યેક મુવમેન્ટ ને દર્શાવી હતી.સાથો સાથ આકાશ ગંગામાં રહેલા અન્ય તારાઓ વિશેની પણ માહિતી આપવામાં આવશે, અને તે તારાઓને ટેલિસ્કોપના માધ્યમથી દર્શાવવામાં આવશે. ખગોળ પ્રેમીઓએ ઉપરોક્ત તમામ પ્લેનેટ ની પરેડ વિશેની વિશેષ જાણકારી લોક વિજ્ઞાન કેન્દ્ર કોઓર્ડિનેટ્ પ્રતાપસિંહ ઓરા તથા મંડલીકપુરના વિજ્ઞાન શિક્ષક તુષાર પંડ્યા દ્વારા મેળવી હતી સાથે ટેલિસ્કોપના માધ્યમથી તેનું પ્રત્યક્ષ નિદર્શન કરવા લોક વિજ્ઞાન કેન્દ્ર જૂનાગઢ પ્રેમાનંદ વિધા મંદિર સ્કૂલના મેદાનમાં રાખવા માં આવ્યું હતું
જૂનાગઢમાં 350 વિદ્યાર્થોઓએ વિવિધ ગ્રહોનું ટેલિસ્કોપ દ્વારા પ્રત્યક્ષ નિર્દેશન કરી જાણકારી મેળવી

Follow US
Find US on Social Medias