માત્ર પાંચ દિવસમાં એસ.ટી ડિવિઝનને ત્રણ કરોડથી પણ વઘુ આવક
ખાસ-ખબર સંવાદદાતા
જન્માષ્ટમીના તહેવારને ધ્યાન રાખી રાજકોટ એસ.ટી ડિવિઝન દ્વારા જન્માષ્ટમીના તહેવારને ધ્યાન રાખી અલગ અલગ 70 જેટલી એક્સ્ટ્રા બસો શરૂ કરવામાં આવી હતી. માત્ર પાંચ દિવસમાં જ રાજકોટ એસ.ટી વિભાગના ઇતિહાસમાં પ્રથમ વખત 3 કરોડથી પણ વધુ આવક એસ.ટી વિભાગને થઈ છે. રાજકોટ એસ.ટી વિભાગના ઇતિહાસમાં પ્રથમ વખત એક દિવસમાં નોંધ પાત્ર આવક થવા પામી છે.માત્ર પાંચ દિવસમાં જ રાજકોટ એસ.ટી ડિવિઝનને ત્રણ કરોડથી પણ વઘુ આવક થવા પામી છે.
- Advertisement -
જે અત્યાર સુધીની સૌથી વધુ આવક થવા પામી છે. શનિવારના દિવસે રાજકોટથી અમદાવાદની ટ્રાફિક વધુ જોવા મળતા એક જ દિવસમાં 13 જેટલી એક્સ્ટ્રા બસો મૂકવામાં આવી હતી. શનિવારના રોજ રાજકોટ એસટી વિભાગને એક જ દિવસમાં અંદાજે 89 લાખ રૂપિયાની થવા પામી હતી. જન્માષ્ટમીના દિવસે યાત્રાધામોમાં સૌથી વધુ લોકોનો ઘસારો જોવા મળ્યો હતો. હજી પણ સાતમ આઠમનો તહેવાર પૂર્ણ થતા આગામી મંગળવાર સુધી એસ.ટીમાં ટ્રાફિક રહી તેવી શક્યતાઓ જોવાય રહી છે. અને આ વર્ષે એસટી વિભાગે રેકોર્ડ બ્રેક જન્માષ્ટમી તહેવાર નિમિત્તે આવક થઇ છે. તેવું અંત મા એસ ટી વિભાગએ જણાવ્યું હતું.
રાજકોટથી હીરાસર એરપોર્ટ સુધીની ઈલેક્ટ્રીક એ.સી. બસ શરૂ
મુસાફરોની સુવિધા અર્થે રાજકોટ બસપોર્ટથી રાજકોટ ગ્રીનફીલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટ (હીરાસર) જવા-આવવા માટે આજથી રાજકોટ એસ.ટી વિભાગ દ્વારા નવીન ઇલેકટ્રીક બસ સર્વિસ શરુ કરવામાં આવી છે. જેનું બસ ભાડું ફક્ત રૂ. 100/- નક્કી કરવામાં આવેલ છે. ઇલેકટ્રીક બસ સર્વિસ બસપોર્ટ થી એરપોર્ટ જવા માટે સવારે 06.00 કલાકે, 08.00 કલાકે, 10.00 કલાકે, 12.00 કલાકે, બપોરે 01.00 કલાકે, બપોરે 03.00 કલાકે, સાંજે 05.00 કલાકે, છેલ્લી બસ સાંજે 07.00 કલાકે મળી રહેશે. ઇલેકટ્રીક બસ સર્વિસ એરપોર્ટથી રાજકોટ આવવા માટે દરરોજ સવારે 07.00 કલાકે, 09.00 કલાકે, 11.00 કલાકે, બપોરે 01.00 કલાકે, બપોરે 02.00 કલાકે, સાંજે 04.00 કલાકે, સાંજે 06.00 કલાકે, છેલ્લી બસ રાત્રે 08.00 કલાકે મળી રહેશે.