ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.24
ગુજરાતમાં અંગ દઝાડતી ગરમી પડી રહી છે. તો બીજી તરફ લીંબુનો ભાવ પણ આસમાને પહોંચી ગયો છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત સહિતના ઘણા શહેરોમાં લીંબોનો ભાવ કિલોના 200 રૂપિયા પહોંચી ગયો છે. બીજી તરફ ગોંડલ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો અહીં પણ લીંબુ, આદુ અને લીલા વટાણાનો ભાવ સૌથી વઘારે છે. લીંબુનો મણ (20 કિલો)નો ભાવ સૌથી વધારે 2400 બોલાયો હતો. આદુનો ભાવ મણનો સૌથી વધારે 2600 અને વટાણાનો ભાવ 20 કિલોનો બે હજાર બોલાયો હતો. ગોંડલ યાર્ડમાં અન્ય શાકભાજીના ભાવ પર નજર કરીએ. આ ભાવ 20 કિલોના છે.
- Advertisement -
આવી જ રીતે રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે લીંબુના 20 કિલોનો ભાવ 2000 થી 2800 રૂપિયા બોલાયો છે. આવી જ રીતે રાજકોટ માર્કેટ યાર્ડમાં અન્ય શાકભાજીની આવક પર નજર નાંખીએ તો ઉલ્લેખનીય છે કે, હોલસેલ માર્કેટમાં સારામાં સારા લીંબુના પ્રતિ કિલોનો ભાવ 90 રૂપિયા રહ્યો હતો. જે છૂટક બજારમાં વેપારીએ 200 થી 220 રૂપિયાના ભાવે વેચી રહ્યાં છે. છૂટક વેપારીઓનું કહેવું છે કે, ગરમીમાં લીંબુ જલદી બગડી જતાં હોવાથી તેમને નુકસાન સરભર કરવા માટે લીંબુના ભાવ ડબલ કરવા પડે છે. જેના કારણે તેઓ મોંઘા ભાવે લીંબુનું વેચાણ કરી રહ્યાં છે.