ભારતીય મૂળના સાંસદ ચંદ્ર આર્યને ધમકી અપાઈ
કેનેડામાં છેલ્લા કેટલાક સમયથી હિન્દુ મંદિરોમાં તોડફોડની ઘટના બની રહી છે ત્યારે કેનેડામાં વધુ એક મંદિરને નિશાન બનાવાયું છે. એડમોંટનના એક મંદિરમાં ભારત વિરોધી નારા લખવામાં આવ્યા છે.
- Advertisement -
હિન્દુ-અમેરિકન ફાઉન્ડેશને જણાવ્યું હતું કે, બીએપીએસ સ્વામીનારાયણ મંદિરે સવારે ભારત વિરોધી નારા લખવામાં આવ્યા છે. જેમાં ભારતીય મૂળના કેનેડીયન સાંસદ ચંદ્ર આર્યને નિશાન બનાવાયા હતા.
હિન્દુ અમેરિકન ફાઉન્ડેશને સોશિયલ મીડિયા પર એક તસ્વીર શેર કરી પોસ્ટમાં લખ્યું છે- કેનેડીયન હિન્દુ ચેમ્બર કોમર્સે આ વાતની પુષ્ટિ કરી છે કે કેનેડાના એડમંટનમાં બીએપીએસ મંદિરને તાજેતરમાં નિશાન બનાવાયું હતું.
કેનેડાના હાઉસ ઓફ કોમન્સના કેટલાક હિન્દુ સાંસદોમાંથી એક ચંદ્ર આર્યને ધમકી આપવામાં આવી છે. જેને લઈને બધા લોકોમાં નારાજગી છે.