આગામી સપ્તાહના અંત સુધીમાં નવા વડાપ્રધાન જાહેર થશે: બ્રિટીશ ઇતિહાસમાં ટ્રસનો સૌથી ટુંકો કાર્યકાળ
માત્ર 45 દિવસના શાસન કાળમાં જ બ્રિટનના વડાપ્રધાન લિઝ ટ્રસને ખુરશી છોડવી પડી છે ત્યારે તેમના અનુગામી તરીકે ફરી એક વખત ભારતીય મૂળના ઋષિ સુનકને પ્રબળ દાવેદાર ગણવામાં આવી રહ્યા છે.
- Advertisement -
બ્રિટનના વડાપ્રધાન બન્યાના 45 દિવસમાં જ રાજીનામુ આપી દીધું છે. લિઝ ટ્રસે જણાવ્યું હતું કે, તેઓ વડાપ્રધાન પદેથી રાજીનામું આપી રહ્યાં છે, અને જાહેરાત કરી હતી કે તેમના અનુગામી આગામી સપ્તાહના અંત સુધીમાં ચૂંટવામાં આવશે. લિઝ ટ્રસના રાજીનામાં બાદ ઋષિ શુનકને બ્રિટનના આગામી વડાપ્રધાન પદના દાવેદાર માનવામાં આવી રહ્યા છે.
તેઓ આ પદ માટે પ્રબળ દાવેદાર છે. જો ઋષિ સુનક જીતી જશે તો તેઓ બ્રિટનના વડાપ્રધાન બનનારા ભારતીય મૂળના પ્રથમ વ્યક્તિ હશે. ઋષિ સુનક આ પદ માટે પ્રબળ દાવેદાર છે પરંતુ આ રેસમાં પેની મોરડાઉન્ટ, કેમી બેડેનોક અને ટોમ ટગેનલટ પણ સામેલ છે.
47 વર્ષીય ટ્રસે વડાપ્રધાન બન્યાના 45 દિવસમાં જ રાજીનામું આપતા બ્રિટિશ ઈતિહાસમાં સૌથી ઓછા સમય માટે શાસન કરનારા વડાપ્રધાન બની ગયા છે. ટ્રસ સપ્ટેમ્બરની શરૂઆતમાં વિકાસ માટે સર્વશ્રેષ્ઠ કામનું વચન આપીને સત્તા પર આવ્યા હતા, પરંતુ તેમની આર્થિક યોજનાઓ માટે તેઓ કેવી રીતે ચૂકવણી કરશે તે અંગેની ચિંતાઓ વચ્ચે પાઉન્ડ અને ગિલ્ટ બંનેમાં ઘટાડો થતાં તેમની યોજના નાણાકીય બજારો માટે અપ્રિય સાબિત થયો હતો.
- Advertisement -
રાજીનામું આપ્યું પછી લિઝ ટ્રસે કહ્યું હતું, કે વર્તમાન સ્થિતિને જોતાં મને લાગે છે કે હું તે વચન પૂરા કરી શકી નથી કે જેના માટે હું ચૂંટણી લડી હતી. હવે હું વડાંપ્રધાન પદેથી રાજીનામું આપી રહી છું.