પૂર્વ સરપંચ દેવરાજ ઠાકોરની રજૂઆતને સફળતા
ખાસ-ખબર ન્યૂઝ પાટણ
સમી તાલુકાના બાબરી ચાંદરણી ગામ ખાતે રોડ ઉપર પડેલા ખાડા અને જંગલ કટીંગ કામગીરી કરવામાં આવી હતી. પૂર્વ સરપંચ અને ગૌરક્ષક દેવરાજભાઈ ઠાકોરની કલેકટરને રજૂઆતને ધ્યાનમાં રાખીને આ કામગીરી કરવામાં આવી હતી. ગોચનાદ ગામથી અદગામ સુધી અને અન્ય રોડની કામગીરી કરવામાં આવી હતી.
એન્કર પાટણ જિલ્લાના સમી તાલુકાના બાબરી ચાંદરણી ગામ ખાતે રોડ રસ્તા તૂટી ગયેલા હોય જંગલ કટીંગ રોડ ઉપર વધી ગયેલું હોય તેને ધ્યાનમાં રાખીને ગામના જાગૃત નાગરિક અને પૂર્વ સરપંચ અને ગૌરક્ષક દેવરાજભાઈ ઠાકોર દ્વારા પાટણ જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરતા કલેક્ટરના આદેશ અનુસાર ગામના તમામ રોડોની અંદર જંગલ કટીંગ અને તૂટેલા રોડના ખાડા પુરવાની તંત્ર દ્વારા કામગીરી હાથ ધરી કામગીરી કરવામાં આવતા
- Advertisement -
ગામ લોકોમાં ખુશી જોવા મળી હતી. આ રજૂઆતને ધ્યાનમાં રાખીને રોડ રસ્તા ઉપર પડેલા ખાડાઓ પુરવામાં આવ્યા પંચાયત બાંધકામ અને સ્ટેટ બાંધકામ દ્વારા કામગીરી કરવામાં આવી તેને લઈને તંત્રનો અને કલેક્ટરનો પણ આભાર માન્યો હતો. બાબરી ગામથી રામપુરા બાબરી ગામથી ગોચનાદ, નજુપુરા અને અન્ય ગામોને જોડતા રોડનું જંગલ કટીંગ અને રોડની કામગીરી કરવામાં આવી હતી તેમજ તાલુકા વિકાસ અધિકારી પાસે પણ રજૂઆત કરતા ગામની અંદર થયેલા દબાણ અને ખાડા દૂર કરવાની તાલુકા વિકાસ અધિકારીએ ખાતરી આપી હતી. દેવરાજજી રામાજી ઠાકોર પૂર્વ સરપંચ બાબરી અને ગૌરક્ષક પ્રદેશ અધ્યક્ષ અખિલ ભારત હિન્દુ મહા સભા પ્રદેશ અધ્યક્ષ દ્વારા રજૂઆત કરવામાં આવતા ડિઝાસ્ટર મેનેજમેન્ટને કામગીરી હાથ ધરવામાં આવી હતી.