વર્ષ 2018થી આ યોજના હેઠળ કુલ 72,817 કરોડનો ખર્ચ થયો છે : ગુજરાતમાં 2552, તામિલનાડુમાં 1881 અને આંધ્રપ્રદેશમાં 1295માંથી હજારો હોસ્પિટલો બિનસક્રિય છે
ખાસ-ખબર ન્યૂઝ ઈં નવી દિલ્હી, તા.3
- Advertisement -
દેશમાં મોટા ભાગના લોકોની પાસે આરોગ્યનો વીમો નથી. આવામાં 2018માં મોદી સરકારે આયુષ્માન ભારત યોજના લોન્ચ કરીને ઠઇંઘ જેવી સંસ્થાઓની પ્રશંસા મેળવી હતી. આ યોજનામાં 10 કરોડથી વધુ પરિવારોને રૂ. પાંચ લાખનો વીમો આપવામાં આવે છે. 2018માં લોન્ચ થયેલી યોજના (ઙખઉંઅઢ)ની હાલમાં શું સ્થિતિ છે? આ યોજનામાં ઘણી ગેરરીતિઓ માલૂમ પડી હતી. છેતરપિંડીના પણ કેસ સામે આવ્યા હતા અને આયુષ્માનનો લાભ આપતી હોસ્પિટલોનું સત્ય પણ કંઈક ઓર છે.હાલ આ યોજનામાં કુલ 55 કરોડ લાભાર્થી છે. આ યોજના માટે ગરીબ લોકોની ઓળખ 2011ની જનસંખ્યાને આધારે થાય છે. આયુષ્માન કાર્ડ માર્ચ, 2024 સુધી 34 કરોડથી વધુ લોકોને જારી થઈ ચૂક્યા છે. આ યોજનામાં કેન્દ્ર સરકાર 60 ટકા ખર્ચ ઉઠાવે છે અને રાજય સરકાર 40 ટકા ખર્ચ ઉઠાવે છે. આ ઉપરાંત હિમાચલ, ઉત્તરાખંડ, જમ્મુ-કાશ્ર્મીર અને દેશના સાત ઉત્તર-પૂર્વનાં રાજયોમાં કેન્દ્ર સરકાર 90 ટકા અને રાજય સરકાર 10 ટકા ખર્ચ ઉઠાવે છે. વર્ષ 2018થી આ યોજના હેઠળ કુલ 72,817 કરોડનો ખર્ચ થયો છે. સરકારની વેબસાઇટ અનુસાર આ યોજનામાં કુલ 29,220 હોસ્પિટલો સામેલ છે, જેમાંથી 6703 હોસ્પિટલો લાભ નથી આપતી. છેલ્લા છ મહિનાથી વધારાની 4487 હોસ્પિટલો લાભ નથી આપી રહી. કુલ 11,190 અથવા 38 ટકા હોસ્પિટલો આયુષ્માન યોજના હેઠળ લાભ નથી આપતી.સરકાર જણાવે છે કે ઞઙમાં 5506 હોસ્પિટલો છે, પરંતુ એમાંથી 2500 હોસ્પિટલોથી કોઈ લાભ નથી મળતો. એ જ રીતે રાજસ્થાનની હાલત બહુ ખરાબ છે, અહીં આ યોજના હેઠળ 1935 હોસ્પિટલો જોડાયેલી છે, જેમાંથી 1934 હોસ્પિટલ કોઈ લાભ નથી આપતી. માત્ર એક હોસ્પિટલ પર રાજસ્થાન નિર્ભર છે.
કેન્દ્ર સરકારના કર્મચારીએ CGHS કાર્ડનું આયુષ્યમાન કાર્ડ સાથે લિંક કરવું ફરજિયાત
કેન્દ્રીય કર્મચારી સામાન્ય રીતે નિદાન માટે સેન્ટ્રલ ગવર્નમેન્ટ હેલ્થ સ્કીમ કાર્ડનો ઉપયોગ કરે છે, જેથી તેમની સારવાર ઓછા કે વિનામૂલ્યે થઈ જાય છે. જો આપ પણ સીજીએચએસ સ્કીમના લાભાર્થી છો તો હવે આપના કાર્ડને આયુષ્યમાન ભારત હેલ્થ એકાઉન્ટની આઈડી બનાવી લિંક કરવું જરૂરી છે. સરકારે 1 એપ્રિલ 2024થી આ નિયમ લાગુ કરી દીધો છે અને 30 એપ્રિલ 2024 સુધી તેને લીંક કરવાનો સમય આપ્યો છે. રજિસ્ટર કરવા માટે આધાર કાર્ડ, ડ્રાઈવીંગ લાયસન્સ આધાર સાથે જોડાયેલ મોબાઈલ નંબર જરૂરી છે. તેના માટે હેલ્થ આઈડી પોર્ટલ પર જવું પડશે, જયાં આભા નંબર મળશે.