ગ્રામજનોએ હોબાળો કર્યો, ગ્રામ પંચાયતને રજૂઆત કરી
ખાસ-ખબર સંવાદદાતા
ઉનાના અંજાર ગામે રહેણાંક વિસ્તારમાં આવેલ સોચ ખાડો ઉભરાતા ગંદુ પાણી બહાર નિકળી રસ્તા પર ફળી વળતા રહીસોમાં ભારે કટવાચ જોવા મળી રહ્યો છે. આ અંગે ગ્રામપંચાયતને રજૂઆત છતાં કોઈ કામગીરી કરવામાં આવી ન હોય લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અંજાર ગામમાં બારોટ શેરી ભવાની ચોક વિસ્તારમાં આવેલ રહેણાંક મકાન પાસે રસ્તા પર સોસખાડામાંથી ગંદુ દુર્ગઘ મારતુ પાણી ફળી વળતા આ વિસ્તારના રહીસો તેમજ વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અને રસ્તા પરથી પસાર થતાં વાહન ચાલકોને બાઇકો સ્લીપ થતાં અકસ્માતની ભીતી સેવાય રહી છે.આ બાબતે ગ્રામ પંચાયતના સરપંચને અવાર નવાર લેખિત મોખિત રજુઆત કરવા છતાં કોઇ કામગીરી ન કરતા લોકો આ ગંદાપાણી અને અકસ્માતનો ભોગ બની રહ્યા હોય આથી તાત્કાલીક આ પાણી બંધ કરવા રહીશોએ માંગણી કરી છે.