સુરતમાં પૂર હવે ભૂતકાળ બનશે
11 લાખ ક્યૂસેક પાણી ઠલવાય તો પણ સુરતીઓને ઊની આંચ નહિ આવે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ સુરત
સુરત શહેરમાં ચોમાસા દરમિયાન દરવર્ષે પૂરનું સંકડ રહેતું હોય છે. ઉપરવાસના ભારે વરસાદને કારણે ઉકાઈ ડેમમાંથી 3થી 4 લાખ ક્યુસેક પાણી તાપી નદીનાં છોડાતા પાણી શહેરમાં ઘૂસવા લાગે છે. હવે આ સમસ્યા ભૂતકાળ બનવા જઈ રહી છે. કેમ કે, કોર્પોરેશન દ્વારાતાપી નદીના બન્ને કાંઠા બાંધવાનું આયોજન કર્યું છે. રુંઢથી કામરેજ સુધી અંદાજે 35 કિલોમીટરના વિસ્તારમાં તાપીના બન્ને કરફ પાળા બાંધવામાં આવશે. આ ઇન્ટરસેપ્ટ લિંકને કારણે 11 લાખ ક્યુસેક પાણી છોડાયા બાદ પણ શહેર સુરક્ષિત રહેશે. આ ઉપરાંત બેરેજમાં પણ પાણી સ્ટોરેજ વધારવાનું આયોજન કરવામાં આવ્યું છે. બેરેજની હાઈ સ્ટોરેજ કેપેસિટીથી 50 વર્ષ સુધી શહેરમાં પાણીની સમસ્યા સર્જાશે નહિ.
સુરત મ્યુનિસિપલ કમિશનર શાલીની અગ્રવાલે મીડિયા સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું હતું કે, સુરત શહેરમાં ચોમાસા દરમિયાન ઉકાઈ ડેમમાંથી જ્યારે 3થી 4 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવે છે તો પણ સુરત શહેરમાં પાણી પ્રવેશવાના શરૂ થઈ જાય છે. તાપી નદીના પાણી શહેરમાં પ્રવેશતાની સાથે જ પૂરની સ્થિતિ સર્જાઈ જતી હોય છે. આવી સ્થિતિ ન સર્જાય તેના માટે સુરત મહાનગરપાલિકા ભવિષ્યને ધ્યાનમાં રાખીને ખૂબ મોટું આયોજન કરવા જઈ રહી છે. અત્યારે તાપી નદીમાં 3થી 4 લાખ ક્યુસેક પાણી છોડાતા સુરત શહેરની અંદર પૂર જેવી સ્થિતિનું નિર્માણ થઈ જતું હોય છે, તે ભવિષ્યમાં થશે નહીં.
- Advertisement -
વધુમાં ઉમેર્યું હતું કે, સુરત કોર્પોરેશન દ્વારા શહેરના લોકો માટે આવનારા 50 વર્ષ સુધી પાણીની કોઈ સમસ્યા ન રહે તેના માટે બેરેજ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. છેલ્લા 50 વર્ષના ડેટા એકઠાં કર્યા બાદ બેરેજની ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે. બેરેજમાં 60 વર્ટિકલ ઓપરેટેડ ગેટ હશે. રૂંઢથી ભાઠા વચ્ચે 1036 મીટરનો બેરેજ બનાવવામાં આવશે, જેમાં 60 વર્ટિકલ ઓપરેટેડ ગેટ હશે. જેમાં એક ગેટ 15-7 મીટરનો હશે અને તે 1.5 મીટર જેટલો પાણીમાં હશે.
સુરત મહાનગરપાલિકા ક્ધવેશનલ બેરેજ પ્રોજેક્ટ ત્રણ તબક્કામાં પૂર્ણ થશે. પહેલા તબક્કામાં દરેક પ્રકારના સર્વેની કામગીરી, રિપોર્ટ અને મંજૂરી મેળવવામાં આવશે. બીજા તબક્કામાં ક્ધસ્ટ્રક્શનની કામગીરી પૂર્ણ કરવામાં આવશે. જ્યારે ત્રીજા તબક્કામાં સાડા ત્રણથી ચાર વર્ષમાં કામ પૂર્ણ કરીને ઓએનએમ નક્કી કરવામાં આવશે. 50 વર્ષના ડેટા મુજબ 11 લાખ ક્યુસેકના પૂર માટે ડિઝાઈન તૈયાર કરશે. સુરતની પ્રજા માટે મહત્વકાંક્ષી ક્ધવેન્શનલ બેરેજ થકી રુંઢથી કોઝવે સુધીના 10 કિમીનું મીઠા સરોવરનું તળાવ રચાશે. સરોવરમાં 17,00 કરોડ લીટર પાણીનો સંગ્રહ થશે. આ પ્રોજેકટના કારણે શહેરમાંથી પસાર થતી તાપી નદી ફરી જીવંત થઇ જશે.
બેરેજ બનાવતાની સાથે જ તાપી નદીની જળસ્તરની સપાટી વધી જશે. કારણ કે, બેરેજમાં પાણીનો સંગ્રહ કરવામાં આવશે, જેને કારણે તાપી નદીના બંને કાંઠે તાપી નદીનું સ્તર વધશે. 11 લાખ ક્યુસેક પાણી સ્ટોરેજ કરવાની કેપેસિટીની સામે ફરજિયાત પણે પાળા બનાવવા પડશે. આ ખૂબ જ મહત્વનું કામ આવનાર દિવસોમાં હાથ ધરવામાં આવનાર છે. તાપી નદીમાં 11 લાખ ક્યુસેક પાણીની આવક સામે એ પ્રકારની ડિઝાઇન તૈયાર કરાશે કે, જેને કારણે શહેરમાં પાણી ન પ્રવેશે.