સોના તેમજ રોકડ રકમની ચોરી કરતી ગેંગના 2 સભ્યોને ગીર સોમનાથ LCBએ પકડી પાડયા
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.10
ગીર સોમનાથ એલસીબીએ અમરેલી જિલ્લામાં વૃદ્ધોને નિશાન બનાવી ચીલઝડપ કરતી ગેંગના બે સાગરિતોની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓમાં પતિ-પત્ની સંજય વાઘેલા (ઉ.32) અને રીનાબેન વાઘેલા (ઉ.23)નો સમાવેશ થાય છે. બંને ઉના ભીમપરાના રહેવાસી છે. જુનાગઢ રેન્જ આઇજીપી નિલેશ જાજડીયા અને ગીર સોમનાથ એસપી મનોહરસિંહ જાડેજાની સૂચના મુજબ એલસીબી ઈન્ચાર્જ પીઆઈ એ.બી. જાડેજાના માર્ગદર્શન હેઠળ વેરાવળ સરકારી હોસ્પિટલ પાસે વાહન ચેકિંગ દરમિયાન આ બંને આરોપીઓ પકડાયા હતા. આરોપીઓની એમ.ઓ પૂછતા જાણવા મળ્યું કે, તેઓ જાહેર રસ્તા પર વૃદ્ધ વ્યક્તિઓને રસ્તો પૂછવાના બહાને પોતાની કારમાં બેસાડતા અને નજર ચૂકવીને તેમના સોનાના દાગીના અને રોકડની ચોરી કરતા હતા. ત્રણ દિવસ પહેલા અમરેલી જિલ્લામાં અલગ-અલગ જગ્યાએથી વૃદ્ધ મહિલાઓ પાસેથી ચેઈન અને વૃદ્ધ પુરુષોના શર્ટના સોનાના બટન તથા રોકડની ચોરી કરી હતી. પોલીસે આરોપીઓ પાસેથી ₹1,07,070ની કિંમતનો સોનાનો ચેઈન, બે ફોરવ્હીલ કાર (સેલેરિયો ૠઉં-13-અઇ-1347 અને સ્વિફ્ટ ૠઉં-06-ઇક-2812) કિંમત ₹1 લાખ અને ₹500નો મોબાઈલ ફોન મળી કુલ ₹2,07,570નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં ખાંભા અને સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના ડિટેક્ટ થયા છે. આરોપી સંજય વાઘેલા વિરુદ્ધ ઉના પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો પણ નોંધાયેલો છે.



