ગજેરા દંપતી કૌભાંડોમાં કચાશ રાખતું નથી…
CBSE ઑન પેપર પ્રિન્સિપાલ બ્રિજેશ શર્મા છે, પણ તેઓ સ્કૂલે આવતા જ નથી: તેઓ સુરતની સવાણી સ્કૂલમાં પણ શિક્ષક છે, આ મુદ્દે તેમને જેલ પણ થઇ શકે..
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.22
વિદ્યાર્થીઓ અને વાલીઓને ઉઠા ભણાવનાર મહેશ ઉર્ફે મહેન્દ્ર ગજેરા અને તૃપ્તિ ગજેરાના ક્રિષ્ના સ્કૂલના કબાડા એક પછી એક બહાર આવી ગયા રહ્યા છે. ખાસ-ખબરને પ્રાપ્ત પુરાવાઓમાં જાણવા મળ્યું છે કે, ક્રિષ્ના સ્કૂલમાં ડમી વિદ્યાર્થીઓ ઉપરાંત ડમી શિક્ષકો અને ડમી આચાર્યનું પણ કૌભાંડ ચાલી રહ્યું છે. ભાવનગર રોડ પર આવેલી ક્રિષ્ના ઈન્ટરનેશનલ સ્કૂલમાં સીબીએસઈના ઓન પેપર પ્રિન્સિપાલ બ્રિજેશ શર્મા છે પરંતુ તેઓ ક્યારેય ક્રિષ્ના ઈન્ટરનેશનલ સ્કૂલમાં હાજર જ રહ્યા નથી.
વાલીઓ અને વિદ્યાર્થીઓએ ખાસ-ખબરને જણાવ્યું હતું કે, ક્રિષ્ના ઈન્ટરનેશનલ સ્કૂલમાં સીબીએસઈના પ્રિન્સિપાલમાં શર્માનું નામ બોલે છે, સહી ચાલે છે છતાં દોઢ-દોઢ વર્ષથી શર્મા ક્યારેય સ્કૂલે આવ્યા જ નથી. જો વિશ્વાસ ન હોય તો સીસીટીવી કેમરા ચેક કરાવી લેવા, હકીકતમાં શર્મા સુરતની કોઈ સવાણી સ્કૂલમાં પણ પ્રિન્સિપાલ કે ટીચર તરીકે હાજર રહે છે. એટલું જ નહીં ક્રિષ્ના સ્કૂલ અને એલેનના ડમી વિદ્યાર્થીઓના કૌભાંડમાં મહેન્દ્ર અને તૃપ્તિ સાથે શર્મા પણ શામેલ છે. આ સમગ્ર મામલે ખાસ-ખબર દ્વારા બ્રિજેશ શર્માનો સંપર્ક કરવામાં આવ્યો હતો. બ્રિજેશ શર્માએ પહેલા તો શું બોલવું શું ન બોલવું એ વિચાર્યું હતું અને પછી તેઓ આગળ વાત કરવાનું ટાળ્યું હતું. જોકે હવે થોડા દિવસોમાં વેકેશન પૂર્ણ થઈ ફરી ક્રિષ્ના સ્કૂલ ખુલશે ત્યારે સ્થળ પર તપાસ કરતા દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. આ સમગ્ર મામલે રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારીનો પણ સંપર્ક કરવામાં આવ્યો છે અને તેમણે પૂરતી તપાસની ખાતરી આપી છે.
- Advertisement -
ક્રિષ્ના સ્કૂલમાં ઈઇજઊ ભણાવતા શિક્ષકો ઇ.ઊમ પણ પાસ નથી! શિક્ષકોનો પગાર ખાઈ જાય છે ગજેરા દંપતી?
ખાસ-ખબર દ્વારા ક્રિષ્ના સ્કૂલમાં ચાલતી ગેરરીતિ વિરુદ્ધ ઝુંબેશ ઉપાડ્યા બાદ કેટલાય વાલીઓ અને શિક્ષકોએ સંપર્ક કરી જણાવ્યું હતું કે, ક્રિષ્ના સ્કૂલમાં સીબીએસઈ ભણાવતા શિક્ષકોએ બી.એડ પણ પાસ કરેલું નથી. એકમાત્ર કશીશ મેડમ સીબીએસસી બોર્ડમાં ભણાવવાની લાયકાત ધરાવતા હતા. જોકે હવે તેઓ પણ આ સ્કૂલમાં રહ્યા નથી. જે શિક્ષકો શાળા છોડી જાય છે તેમને ગજેરા દંપતી છેલ્લો પગાર પણ આપતા નથી. એક તો આ સ્કૂલમાં પૂરતા શિક્ષકો નથી અને જેટલા શિક્ષકો છે તેઓ સીબીએસીઈ બોર્ડમાં ભણાવવાની લાયકાત પણ ધરાવતા નથી.