દુનિયાની વસતિ નવેમ્બર-2022માં 800 કરોડે પહોંચી જશે: ભારતની આબાદી 141 કરોડ હોવાનો અંદાજ
ખાસ-ખબર સંવાદદાતા
વિશ્વ વસતિ દિવસ નિમિત્તે સંયુક્ત રાષ્ટ્રસંઘે વસતિનો અહેવાલ રજૂ કર્યો હતો. અહેવાલ પ્રમાણે આવતા વર્ષે ચીનને પાછળ મૂકીને ભારત દુનિયાનો સૌથી વધુ વસતિ ધરાવતો દેશ બની જશે. ભારતની વસતિ અત્યારે 141 કરોડ હોવાનો અંદાજ છે. ચીનની વસતિ 142 કરોડ છે.
- Advertisement -
સંયુક્ત રાષ્ટ્રસંઘના અહેવાલ પ્રમાણે ભારત આવતા વર્ષના અંત સુધીમાં દુનિયાનો સૌથી વધુ વસતિ ધરાવતો દેશ બની જશે. ચીનની વસતિ અત્યારે 142 કરોડ છે, ભારતની વસતિ અત્યારે 141 કરોડ છે. 2050 આવતા સુધીમાં તો ભારત અને ચીનની વસતિમાં મોટો તફાવત થઈ જશે. ભારતમાં એ વખતે 166 કરોડ કરતાં વધુ લોકો રહેતા હશે. જ્યારે ચીન 2050માં માંડ 131 કરોડની વસતિ ધરાવતો હશે. ચીનમાં વસતિનો ઘટાડો નોંધપાત્ર રીતે વધ્યો છે.
સંયુક્ત રાષ્ટ્રસંઘે કહ્યું હતું કે આ વર્ષે નવેમ્બરમાં દુનિયાની વસતિ 800 કરોડને પાર પહોંચી જશે. 2030 સુધીમાં વિશ્વની વસતિ 850 કરોડ કરતાં વધારે હશે. 2050 સુધીમાં દુનિયાની આબાદી 970 કરોડ અને 2080માં 1000 કરોડને પાર થશે. 1950 પછી દુનિયાના વસતિ વધારાની ગતિ નોંધપાત્ર રીતે ઘટી છે. 2020માં વૃદ્ધિદર એક ટકા જેટલો ધીમો પડયો હતો.