અશાંતધારો લાગુ કરાયેલાં વિસ્તારોમાં કલેક્ટરને જાણ કર્યા વિના મિલકત વેંચી નહીં શકાય
ખાસ-ખબર સંવાદદાતા
રાજ્યના વિવિધ શહેરોમાં નાગરિકો વચ્ચે ઘર્ષણ ન સર્જાય અને રહેણાંક વિસ્તારોમાં વસ્તી માપને નિયંત્રણમાં રાખી શકાય તેવા હેતુથી અશાંત ધારો લાગુ કરવામાં આવતો હોય છે ત્યારે મોરબી શહેરમાં પણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, વિશ્વ હિંદુ પરિષદ સહિતના સંગઠનો અને સ્થાનિકો દ્વારા સમયાંતરે અશાંતધારો લાગુ કરવાની માંગણી કરાઈ હતી જેના પગલે શહેરના વિવિધ વિસ્તારોમાં અશાંતધારો અમલી કરાયો છે અને તેનું જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે.
- Advertisement -
રાજ્યના રેવન્યુ ડીપાર્ટમેન્ટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરીને મોરબી શહેરના વિવિધ વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવામાં આવ્યો છે જેમાં મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથક હેઠળ આવતા વાવડી રોડ ઉપરના જનકનગર, ન્યુ જનકનગર, રવિ પાર્ક સોસાયટી, નંદનવન સોસાયટી, કુબેરનગર સોસાયટી, ગાયત્રીનગર સોસાયટી, ન્યુ ગાયત્રીનગર, મીરાપાર્ક, ઓલ્ડ મોરબી હેઠળ આવતા લખધીરવાસ, બક્ષી શેરી, જોડિયા હનુમાન શેરી, બુઢા બાવાની શેરી, ચૌહાણ શેરી, વિશ્વકર્મા મંદિર વાળી શેરી, રામનાથ મહાદેવ મંદિર શેરી, ભવાની ચોક, નવદુર્ગા ચોક, મોટી માધાણી શેરી, ખત્રીવાડ, સ્વામિનારાયણ મંદિર શેરી સહિતનાં વિસ્તારોમાં અશાંતધારો લાગુ કરવામાં આવ્યો છે. જે તા. 29 ઓક્ટોબર 2022 થી તા. 28 ઓક્ટોબર 2027 સુધી અમલમાં રહેશે. જે વિસ્તારમાં અશાંત ધારો લાગું કરવામાં આવ્યો હોય તે વિસ્તારમાં મકાન કે દુકાન વહેંચવી હોય તો નિયંત્રણ લાગે છે અને જો મિલકત વહેંચવી હોય તો કલેક્ટરને જાણ કરવી પડે છે તેમજ આ મિલકત કોને વેચી રહ્યા છો તેની વિગતો પણ આપવી પડે છે. જીલ્લા કલેક્ટર ખરીદનાર અને વેચનારની સુનાવણી હાથ ધરે છે અને યોગ્ય લાગે તો જ આ સોદો માન્ય ગણવામાં આવે છે. અશાંત ધારામાં કલેક્ટરને કેટલીક વિશેષ સત્તાઓ આપવામાં આવી છે.
ક્યા વિસ્તારોમાં અશાંતધારો લાગુ કરાયો?
મોરબી શહેરનાં વાવડી રોડ ઉપરના જનકનગર, ન્યુ જનકનગર, રવિ પાર્ક સોસાયટી, નંદનવન સોસાયટી, કુબેરનગર સોસાયટી, ગાયત્રીનગર સોસાયટી, ન્યુ ગાયત્રીનગર, મીરાપાર્ક, ઓલ્ડ મોરબી હેઠળ આવતા લખધીરવાસ, બક્ષી શેરી, જોડિયા હનુમાન શેરી, બુઢા બાવાની શેરી, ચૌહાણ શેરી, વિશ્વકર્મા મંદિર વાળી શેરી, રામનાથ મહાદેવ મંદિર શેરી, ભવાની ચોક, નવદુર્ગા ચોક, મોટી માધાણી શેરી, ખત્રીવાડ, સ્વામિનારાયણ મંદિર શેરી સહિતનાં વિસ્તારોમાં અશાંતધારો લાગુ કરાયો છે.



