ધો.12માં બાયોલોજી ન હોય છતા પાછળથી બાયોલોજી વિષય પાસ કરીને પ્રવેશને માન્યતા, વિદેશ અભ્યાસ માટે જવા માગતા વિદ્યાર્થીઓને પણ આ નિર્ણય થશે ઉપયોગી
મેડિકલમાં પ્રવેશ મેળવવા માંગતા વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, નેશનલ મેડિકલ કમિશન દ્વારા પ્રવેશના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. વિગતો મુજબ નેશનલ મેડિકલ કમિશન દ્વારા કરવામાં આવેલ ફેરફાર મુજબ હવે NEETની પરીક્ષા બાયોલોજી વિષય વગર પણ આપી શકાશે. મહત્વનું છે કે, 2024થી બાયોલજી વગર NEET પરીક્ષા આપી શકાશે.
- Advertisement -
નેશનલ મેડિકલ કમિશન દ્વારા મેડિકલમાં પ્રવેશના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ પહેલા NEET પરીક્ષા બાયોલોજી વિષય પાસ વ્યક્તિ આપી શકતા હતા. જોકે હવે ધો.12માં બાયોલોજી ન હોય છતા પાછળથી બાયોલોજી વિષય પાસ કરીને પ્રવેશ મેળવી શકશે. વિદ્યાર્થીઓ હવે બાયોલોજી વિષય પાછળથી પાસ કરી મેડિકલમાં પ્રવેશ માટે લાયક બની શકશે. આ નિર્ણય વિદેશ અભ્યાસ માટે જવા માગતા વિદ્યાર્થીઓને પણ ઉપયોગી થશે.