UPSC સિવિલ સર્વિસ પરીક્ષા (પ્રિલિમ) 2024ની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે મહત્વના સમાચાર છે. લોકસભા ચૂંટણીને કારણે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC ) દ્વારા પ્રિલિમ પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે.
આ પરીક્ષા 26 મે 2024ના રોજ દેશભરના નિયુક્ત પરીક્ષા કેન્દ્રો પર પ્રસ્તાવિત કરવામાં આવી હતી. આ તારીખે લોકસભાની ચૂંટણી હોવાથી પરીક્ષાને મોકૂફ રાખવામાં આવી છે. આયોગે તેની વેબસાઈટ પર આ માહિતી શેર કરી છે. UPSC દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, હવે સિવિલ સર્વિસીસ પ્રિલિમિનરી (CSE) પરીક્ષા 26 મે 2024ના બદલે 16 જૂન 2024ના રોજ લેવામાં આવશે.
- Advertisement -
ઉલ્લેખનીય છે કે આ પરીક્ષા માટેની અરજી પ્રક્રિયા 14 ફેબ્રુઆરીથી 6 માર્ચ 2024 સુધી પૂર્ણ થઈ હતી. જે ઉમેદવારોએ આ પરીક્ષા માટે ફોર્મ ભર્યું છે, તે તમામ ઉમેદવારોને પરીક્ષાની તારીખના થોડા દિવસો પહેલા પ્રિલિમિનરી પરીક્ષામાં બેસવા માટેના એડમિટ કાર્ડ આપવામાં આવશે.
ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ પર જઈને જરૂરી વિગતો ભરીને ફક્ત ઓનલાઇન મોડ દ્વારા એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકશે. ઉમેદવારોના એડમિટ કાર્ડ અન્ય કોઈપણ માધ્યમથી મોકલવામાં આવશે નહીં.