અનુસૂચિત જાતિ સમુદાયની વ્યક્તિ નાગરિક વિવાદ લાવીને આ કાયદાને હથિયાર બનાવી શકે નહી
ખાસ-ખબર સંવાદદાતા
સર્વોચ્ચ અદાલતે એક મહત્વના નિર્ણયમાં કહ્યું કે જઈ-જઝ એક્ટ સિવિલ વિવાદમાં લાગુ કરી શકાય નહીં. સર્વોચ્ચ અદાલતે તેના ચુકાદામાં જણાવ્યું હતું કે અનુસૂચિત જાતિ સમુદાયની વ્યક્તિ ઉચ્ચ જાતિ સમુદાયના સભ્ય વચ્ચે ખોટી રીતે નાગરિક વિવાદને જઈ અને જઝ એક્ટના દાયરામાં લાવીને આ કાયદાને હથિયાર બનાવી શકે નહીં. પી.ભક્તવતચલમ જે અનુસુચિત જાતિ સમુદાય સાથે સંબંધિત છે અને તેમણે એક ખાલી જમીન પર ઘર બનાવ્યું હતું. તે પછી ઉચ્ચ જાતિના સમુદાયના સભ્યોએ તેની બાજુની જમીન પાસે એક મંદિર બનાવવાનું શરૂ કરવામાં આવ્યું છે. મંદિરના સંરક્ષકોએ ફરિયાદ નોંધાવી હતી કે ભક્તવતચલમે બાંધકામના નિયમોનું ઉલ્લંઘન કરીને તેમના ઘરના ગ્રાઉન્ડ ફ્લોર અને પહેલા માળે અનધિકૃત બાંધકામ કર્યુ છે. આના જવાબમાં પી. ભક્તવતચલમે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અધિનિયમ હેઠળ ફરિયાદ નોંધાવી હતી અને આરોપ લગાવ્યો હતો કે જાહેર રસ્તાઓ, ગટર અને પાણીની પાઈપલાઈન પર અતિક્રમણ કરીને મંદિરનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. તેણે પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે ઉચ્ચ જાતિના લોકો તેને હેરાન કરવા માટે તેના ઘરની બાજુમાં મંદિરનું નિર્માણ કરી રહ્યા છે. પી. ભક્તવતચલમે તેમની ફરિયાદમાં એ પણ જણાવ્યું હતું કે તેમને તેમની મિલકતનો શાંતિપૂર્ણ આનંદ લેવાથી એટલા માટે વંચિત રાખવામાં આવી રહ્યો છે કારણ કે તે જઈ સમુદાયમાંથી આવે છે.
સર્વોચ્ચ અદાલતનો મહત્ત્વનો નિર્ણય, નાગરિક વિવાદના કિસ્સામાં SC/ST એક્ટ લાગુ નહીં પડે
