ખાસ-ખબર ન્યૂઝ દિલ્હી, તા.25
દિલ્હી હાઈકોર્ટે બુધવારે સાંસદ પિનાકી મિશ્રા દ્વારા દાખલ કરાયેલા માનહાનિ કેસ મામલે વકીલ જય અનંત દેહાદ્રાઈને સમન્સ પાઠવાયું છે. સાથે જ મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે કે, ’દેશના સર્વોચ્ચ પદ પર બેસેલા વ્યક્તિ વિરૂદ્ધ ષડયંત્ર રચવું રાજદ્રોહ છે.’ પિનાકી મિશ્રાએ પોતાની અજીમાં દેહાદ્રાઈ પર તેમના પર ભ્રષ્ટાચારના ખોટા આરોપ લગાવવા અને તેમને ઉડિયા બાબૂ, પુરી કા દલાલ જેવા આપત્તિજનક નામોથી બોલાવવાનો આરોપ લગાવાયો છે. જસ્ટિસ જસમીત સિંહની પીઠે મિશ્રા અને દેહદ્રાઈના વકીલો અને ખુદ જય દેહાદ્રાઈ તરફથી ખુબ દલીલ સાંભળ્યા બાદ આદેશ પસાર કર્યો.
- Advertisement -
હાઈકોર્ટે કહ્યું કે, સીબીઆઈ પહેલાથી જ દેહાદ્રાઈ દ્વારા લગાવવામાં આવેલા આરોપોની તપાસ કરી રહી છે. કોર્ટે પોતાના આદેશમાં નોંધ્યું છે કે, દેહાદ્રાઈના વકીલે ખાતરી આપી છે કે તેઓ પિનાકી મિશ્રાની વડાપ્રધાન વિરુદ્ધ ગુનાહિત ષડયંત્રમાં સંડોવણી સંબંધિત આરોપોને આગામી સુનાવણીની તારીખ પહેલાં પુનરાવર્તિત કરશે નહીં. જોકે જય અનંત દેહાદ્રાઈએ ખુદ કોર્ટને આશ્વાસન આપ્યું છે કે તેઓ આ રીતના નિવેદન જાહેર ક્ષેત્રમાં નહીં આપે, અને આ સંબંધમાં કોઈ આદેશ પસાર ન કરવાની અપીલ કરી.
સુનાવણી દરમિયાન કોર્ટે દેહાદ્રાઈના તે નિવેદનો પર નારાજગી વ્યક્ત કરી જેમાં તેમણે વડાપ્રધાન વિરૂદ્ધ ષડયંત્રના આરોપ લગાવ્યો છે. કોર્ટે કહ્યું કે, ’દેશની સર્વોચ્ચ એજન્સીઓ પહેલાથી જ આ મામલે તપાસ કરી રહી છે.’ જસ્ટિસ જસમીત સિંહે ટિપ્પણી કરી કે, ’મને તમારી અભિવ્યક્તિની આઝાદીથી કોઈ તકલીફ નથી. પરંતુ તમે એવું ન કરી શકો. જુઓ તમે શું લખ્યું છે, ષડયંત્ર રચાયું, ભાષણ પ્રયોજિત હતા. આ બધુ ન કહી શકીએ. શું આ તમારું નિવેદન નથી કે તે ષડયંત્ર રહી રહ્યા છે?’ કોર્ટે દેહાદ્રાઈના વકીલને પૂછ્યું કે, ’તમે જણાવો કે પિનાકી મિશ્રા વડાપ્રધાન વિરૂદ્ધ કેવું ષડયંત્ર રચી રહ્યા હતા?.’
જય અનંત દેહાદ્રાઈના વકીલ રાઘવ અવસ્થીએ કોર્ટને કહ્યું કે, ’નિવેદનના આધારે મોઇત્રા અને મિશ્રા વચ્ચે ગાઢ સંબંધ છે.’ જસ્ટિસ સિંહે કહ્યું કે, ’આ તમારું એક માત્ર કારણ છે? આ એક દેશના વડાપ્રધાન પર ગંભીર આરોપ છે. તમે ખુશ ન થઈ શકો? તમે એક સાંસદ દ્વારા વડાપ્રધાન પર ષડયંત્રનો ગંભીર આરોપ લગાવી રહ્યો છો.’